Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબીના બગથળા ગામે પત્નીને શોધવાનું કહી ચાર શખ્સોએ મહિલા સહિતનાને માર માર્યો

 મોરબી,તા.૧૧ : મોરબીના બગથળા ગામે અંબીકાનગરમાં પત્ની માવતરે હોવા છતાં તેના પતિને શોધવા માટે કહીને ચાર શખ્સોએ ગાળો આપી મહિલાને ધક્કો મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

 મળતી માહિતી મુજબ દયાબેન વિજયભાઈ કબોયા (ઉ.૪૦) ના ભાઈ વાલજીભાઈના પત્ની દક્ષાબેન તેના માવતરે જતી રહેલ હોય અને તેના માવતરે હોય તેમ છતાં આરોપી કરનભાઈ ચંદુભાઈ ઘાટીલીયા, અજયભાઈ ચંદુભાઈ ઘાટીલિયા, ચેતનભાઈ ચંદુભાઈ ઘાટીલિયા અને તેની બાજુમાં રહેતો રાહુલ ભરતભાઈ સારલાએ વાલજીભાઈને તેની પત્નીને શોધવા માટે કહી ગાળો આપી શરીરે ઢીકા પાટુંનો માર મારી ફરિયાદી દયાબેનને આરોપી કરનભાઈએ છુટો ઈંટનો કટકાનો ઘા મારી નાકના ઉપરના ભાગે ઈજા કરી તથા દયાબેનના બા સવિતાબેનને ધક્કો મારી પાડી દઈ માથામાં ઈજા કરી અને વાલજીભાઈ તેની પત્નીને નહિ શોધે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હો છે  પોલીસે તપાસ હાથ ધરી છે

ટ્રક મેસ્ટ્રો પર જઇ રહેલ બે મહિલાને હડફેટે લેતા ઇજા

મોરબીના ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં રહેતા પ્રેરણાબેન ઉર્ફે પ્રીયંકાબેન રાકેશભાઈ પાઠક (ઉ.૧૮) એ તેનું મોટર સાઈકલ હીરો મેસ્ટ્રો જીજે ૩૬ કયું ૫૫૦૭ માં સાહેદ માલવિકાબેન સાથે જતા હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ચોકડી પર ટ્રક આર જે ૦૭ જીડી ૧૪૭૭ ના ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવીને પ્રેરણાબેનના મોટર સાઈકલને પાછળના ભાગે ઠોકર મારી પાડી દઈ હડફેટે લેતા પ્રેરણાબેનને ઈજાઓ પહોચી હતી તો સાહેદના ડાબા પગ પર ટ્રકનું કલીનર સાઈડની ટાયર ફેરવી દઈને ઈજા કરી એકસ્મત બાદ ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ પ્રેરણાબેનએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST