Gujarati News

Gujarati News

મેવાતી ગેંગ દ્વારા સાત રાજયોમાં ૧૬૦ એટીએમ લૂંટ દ્વારા ૧૩ કરોડની લૂંટ કરી છે: અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિત ૧ ડઝન આઈપીએસ જે સાયબર ગેંગનો શિકાર બન્યા, તે ગેંગ દેશની હરિયાણાની કુખ્યાત ગેંગ હોવાની શંકા છે, તેવી હરિયાણાની ગેંગના કારનામા હેરત ન પમાડે તોજ નવાઈ : સુરત પોલીીસ કમિશ્નર અજય કુમાર તોમરના માર્ગદર્શનમાં એસીપી ક્રાઈમ આર.આર. સરવૈયા દ્વારા અતીતમાં આ ગેંગના સભ્યોની તપાસમાં જ વિગતો ખુલ્લી હતી તેના મેનેજમેન્ટની વિગતો ટોચની બિઝનેસ મેનેજમેન્ટ કોલેજને ટકકર મારે તેવી હોવાનું ખૂલ્યું હતું : રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ, વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ હોય કે સીઆઈડી વડા તેજપાલસિંહ બીસ્ત કે પછી વિપુલ અગ્રવાલ, અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલું વાત અહીંથી અટકતી નથી, ગુનેગારો પર ધાક ધરાવતા અમરેલી એસપી નિર્લિપ્તરાય, અરવલ્લી એસપી સંજય ખેરાત ભોગ બન્યા છે ત્યારે નિવૃત આઈપીએસ ડી.બી.વાઘેલા જેવા પણ શિકાર બની ગયા છેઃ ફરજ પર ન હોવા છતાં એક અપહરણ થયેલ બાળકને હેમખેમ ઊગારનાર જે તે સમયના રાજકોટ રૂરલ અને હાલ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી રામ સહિતના જીપીએસ ભોગ બન્યા છે.. access_time 3:28 pm IST