Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

છ મહિનામાં એકના ચાર ગણા રૂપિયા મેળવવાની લ્હાયમાં ગોંડલના પટેલ પ્રૌઢે ૧.ર૯ કરોડની રકમ ગુમાવી !

ઠગ ટોળકીએ અશ્વીનભાઇ પટેલ સાથે હોટસએપ કોલમાંજ વાતો કરી ફસાવી આંગડીયા પેઢી અને નેટબેન્કીંગ મારફતે રૂપિયા મંગાવી છેતરપીંડી કરીઃ ઠગ ટોળકીના ૧૪ શખ્સો સામે ગુન્હો નોંધાયો : એકના ચાર ગણાની લાલચમાં અશ્વીનભાઇ પટેલે પોતાના અને કુટુંબીજનોના તથા સગાના રૂપિયા ઠગ ટોળકીને આપ દિધાઃ ઠગ ટોળકીનો એક સાગ્રીત દાનીશ પટેલ અમદાવાદમાં પકડાયો છે તેજ દાનીશ છે કે કેમ ? તે અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૧ : ગોંડલના પટેલે પ્રૌઢે છ મહિનામાં એકના ચાર ગણા રૂપિયા મેળવવાની લાલચમાં ૧.ર૯ કરોડ જેવી માતબર રકમ ગુમાવી છેતરપીંડીનો ભોગ બનતા ઠગ ટોળકીના ૧૪ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ કરી છે.

મળતી વિગો મુજબ મુળ ગરનાળા ગામના અને હાલ ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર ર૬ બ્રહ્માણી પાર્કમાં રહેતા અને ખેતીકામ કરતા અશ્વીનભાઇ વિઠ્ઠલભાઇ વિસરીયા (પટેલ) એ આરોપી દાનીશ પટેલ, કેરાજ ભાટી, આર્થવ યાજ્ઞીક, શીવા બક્ષી, અભીષેક જોસેફ એન્ટોની, કમલેશ, કૌશલ, એપલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેષ સોની, રમેશ તથા તપાસમાં ખુલે તે શખે સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત આરોપીઓને એક સંપકરી ગુન્હાહીત કાવત્રુ રચી ફરીયાદીને વિશ્વાસમાં લઇ જુદી-જુદી રકમ આંગડીયા પેઢીઓ તથા નેટ બેન્કીંગ મારફતે જમા કરાવડાવી કુલ ૧,ર૯,૩૩,૯૦૦ ની રકમ ઓળવી જઇ છેતરપીંડી કરી હતી.

ફરીયાદી અશ્વીનભાઇ મોબાઇલ ફોન ઉપર ઉકત ઠગ ટોળકીના સાગ્રીણ્તોએ એકના ચાર ગણા રૂપિયા છ મહિનામં આપવાની લાલચ આપતો મેસેજ કર્યો હતો ત્યારબાદ ઠગ ટોળકીના સાગ્રીતોએ વ્હોટએપ કોલ મારફત ફરીયાદી અશ્વીનભાઇ સાથે વાતચીત કરી ફસાવ્યા હતા. ફકત છ મહિનામાં એકના ચાર ગણા રૂપિયા મેળવવાની લ્હયામાં ફરીયાદી અશ્વીનભાઇએતેની પાસે રહેલ રોકડા રકમ તથા તેના પરિવારના ભાઇઓ તથા સગા વ્હાલાઓ મળી કુલ ૧.ર૯ કરોડની રકમ બે આંગડીયા પેઢી મારફત તથા નેટબેન્કીંગ મારફતે ઠગ ટોળકીને મોકલ્યા હતા બાદમાં છ મહિનાનો સમય વિત્યા છતાં રૂપિયા પરત ન આવતા અંગે રૂરલ સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરી હતી અને બાદમાં ઉકત ઠગ ટોળકી સામે ગઇકાલે ગુન્હો દાખલ કરાયો હતો.

પટેલ આધેડ પાસેથી ઠગ ટોળકીએ તા. ર૯/ર/ર૦ર૦ થી તા. ર/૧૧/ર૦ર૦ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા આંગડીયા પેઢી મારફતે મંગાવી છેતરપીંડી કરી હતી. ગોંડલ પોલીસે પટેલ આધેડની આ ફરીયાદ અન્વયે ઠગ ટોળકીના ઉકત ૧૪ શખ્સો સામે આઇ.પી.સી. ૪૦૬, ૪૦ર, ૧ર૦(બી) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ગોંડલના પી.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઠગ ટોળકીમાં દાનીશ પટેલનું નામ અપાયું છે. દાનીશ નામના એક શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડેલ છે. અમદાવાદમાં પકડાયેલ દાનીશ ગોંડલના ગુન્હામાં સંડોવાયેલ છે. કે કેમ? તે અત્રે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST