Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કચ્છનાં કબરાઉમાં મણિધર વડવાળી મોગલ માતાજીના મંદિરે દર્શન, તેમજ મહાપ્રસાદનો પ્રારંભ

વાંકાનેર, તા.૧૧: કચ્છમાં સામખીયારીથી ત્રીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ યાત્રાધામ કબરાઉમાં આવેલ શ્રી મણિધર વડવાળી મોગલ માતાજી મંદિર (મોગલધામ) ખાતે આજથી સરકારની ગાઈડ લાઈન અનુસાર ભાવિક ભકતજનો માટે માતાજીના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવેલ છે તેમજ બહારગામથી આવતા યાંત્રિકો માટે ભોજનાલયમાં બંને ટાઈમ 'મહાપ્રસાદ' પણ આજથી શરૂ કરવામાં આવેલ છે શ્રી મોગલધામના મહંત પૂજય બાપૂશ્રીના જણાવ્યા અનુસાર કબરાઉ મુકામે આવેલ વડવાળી મણિધર મોગલ માતાજીના મંદિરમાં કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી, અને મંદિરમાં અનેક જગ્યાએ બોર્ડ પણ મારેલ છે અહીંયા કોઈપણ ભાવિક ભકતજનોએ રોકડ રકમ કે કોઈપણ વસ્તુ મુકવી નહી, શ્રી મોગલધામમાં અવિરત યાત્રિકો માટે બંને ટાઈમ 'મહાપ્રસાદ' ચાલુ જ઼ છે તેમજ અહીંયા સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છ, હાલાર પંથકમાંથી તેમજ દેશ, વિદેશથી મોગલ માતાજીના ભકતજનો કબરાઉમાં શ્રી મોગલધામમાં આવીને માતાજીના દર્શન કરીને તન, મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે તેમજ માતાજીની મહાઆરતીનો લાભ લઈ મહાપ્રસાદ લ્યે છે, કબરાઉમાં આવેલ શ્રી મોગલધામમાં દર મંગળવારના દૂર દૂરથી ભાવિકો અહીંયા આવે છે માનવમેદની ઉમટે છે, અત્રે ઉલ્લેખનીય એ છે કે મોગલધામમાં કાયમ માતાજીનો 'હોમાત્મક યજ્ઞ' થાય છે જેમાં દરરોજ આશરે ૭૦૦ થી ૭૫૦ શ્રીફળ હવનમાં હોમાય છે, તેમજ માતાજીની આરતી સમયમાં ઢોલ, નગારા અને શરણાઈના સૂરો વચ્ચે બંને ટાઈમ મહાઆરતી માતાજીની કરવામાં આવે છે તેમજ દરરોજ ચાલતા 'હોમાત્મકયજ્ઞ'માં પાંચ કિલો ઘી હોમાય છે, આજથી શ્રી મોગલધામ, કબરાઉમાં ભાવિક ભકિતજનો માટે દર્શન, તેમજ મહાપ્રસાદ શરૂ કરવામાં આવેલ છે સહું ભાવિક ભકતજનોએ સરકારશ્રીના આદેશ અનુસાર સોશ્યલ ડિસ્ટન્શ રાખવાનું રહેશે તેમજ માસ પહેરીને મંદિરમાં આવાનું રહેશે જ શ્રી મોગલધામના પૂજય બાપૂશ્રીની યાદીમાં જણાવાયું છે.

(10:31 am IST)
  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST