Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

આવો રે વરસાદ

ગોંડલમાં વરસાદની રાહ જોઇ રહ્યા છે. જો કે સૌરાષ્ટ્ર -કચ્છમાં આવો રે વરસાદની રાહ જોઇ રહ્યા છે દેડકા દેખાવા લાગે છે અને કકાડો રંગ બદલો થઇ ગયો છે જેથી આવો રે વરસાદની રાહ જોઇ રહ્યા છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:23 am IST)
  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST