Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અમરેલીમાં અનરાધાર વરસાદ ખાબક્યો : નદીઓમાં ઘોડાપુર : ધાતરવાડી-શેલ દેદુમલ ડેમ ઓવરફ્લો : 13 ગામને એલર્ટ કરાયા

શેલ દેદુમલ ડેમના બે દરવાજા અને ધાતરવડી-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા:આંબરડીમાં સાંબેલાધાર વરસાદ :1 છકડો અને 4 બાઈક તણાઈ:ચલાલા વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં પડ્યો વરસાદ ,લાખાપાદર શેલ નદીમા ઘોડા પુર ,વાવડી ની નદી બે કાંઠે :લીલીયા વિસ્તારમાં અનરાધાર વરસાદ ; નાવલી નદીમાં પૂર

અમરેલીમાં અનરાધાર વરસાદથી અત્યારથી જ નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે ધાતરવાડી 2 અને શેલ દેદુમલ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેને કારણે નીંચાણવાળા 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આંબરડીમાં ઘોડાપૂરને કારણે વાહનો પણ તણાયા હતા. જ્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.

અમરેલી જિલ્લામાં આજે મેઘો મહેરબાન થયો છે. ત્યારે સાવરકુંડલાના હાથસણી ખાતે આવેલ છે શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આજે બપોર બાદ હાથસણીના શેલ દેદુમલ ડેમના બે દરવાજા ખોલવા પડયા. ઉપરવાસના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ પડતા ડેમના બે દરવાજા ખોલવા પડ્યા હતા.

આ શેલ નદીમાં બે દરવાજા ખોલવાના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હોય નીંચાણવાળા 13 ગામોને એલર્ટ કરાયા છે. કારણ કે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ જો વરસાદ વધે તો વધુ દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે અને નીંચાણવાળા ગામોમાં પાણી ઘુસી જાય તેવી સંભાવના રહેલી છે. આ ઉપરાંત રાજુલા નજીક આવેલ ધાતરવડી-2 ડેમ ઓવરફલો થઈ જતાં ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમરેલીમાં ભારે વરસાદને કારણે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત રાજુલાના હીડોરણા નજીક બેઠા પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો. પાણી ફરી વળતા અનેક વાહનો અટવાયા હતા.

અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં લીલીયામાં ગામ વચ્ચે વહેતી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જો પાણીમાં વધારો થશે તો કાંઠે આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. આ ઉપરાંત અમરેલીના સાવરકુંડલામાં અનરાધાર વરસાદ કારણે આંબરડીમાં વાહનો તણાયા હતા. ગામના મુખ્ય બજારમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. નદીના ભારે પ્રવાહમાં 1 છકડો અને 4 બાઈક તણાઈ ગઈ હતી. એટલું જ નહીં મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ખાંભાના ભાડ ગામમાં બે કલાકમાં 3 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અને સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. તેમજ ખાંભાના નાનુડી, નાના વિસાવદર, અનિડા, વાંકીયા, જીકયાળી, કોટડા સહિત ગામોમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો અને વાવણીલાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

જ્યારે ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધારી પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાં નદી-નાળાઓ છલકાયા હતા. જેમાં ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો લાખાપાદરની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી.

(10:43 pm IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST