Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

બહુ વખાણે એ વખોડે પણ એટલા જઃ પૂ. મોરારીબાપુ

કચ્છના મુંદ્રામાં આયોજીત 'માનસ અહિંસા'' શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા. ૧૧: ''બહુ વખાણે એ વખોડે પણ એટલા જ'' તેમ પૂ. મોરારીબાપુએ કચ્છના મુંદ્રામાં આયોજીત ''માનસ અહિંસા'' શ્રી રામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે બધા સાથે ચાલવાનાં પ્રયત્નો કરજો અને સંગઠનની ભાવના કેળવજો.

ગઇકાલે પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે રામચરિત માનસ જેવા સમરસતાનો કોઇ સંદેશ નથી.

પૂ. મોરારીબાપુએ વ્યસન મુકિત અંગે કહ્યું કે, હું કોઇને કંઇ પકડાવવા કે છોડાવવા માંગતો નથી પણ તમે ખોટા જકડાઇ ન જાવ એનું ધ્યાન રાખજો. આપનું કોઇ વ્યસનમુકિતનું અભિયાન છે જ નહીં હું બધાને કહું છું કે, ઓછું કરો. પણ હા, તમાકુના ફાયદા છે, ખૂબ ખાઓ. એના ચાર ફાયદા છે (૧) કૂતરૃં ન કરડે, (ર) કોઇદી પગે ચાલવું ન પડે. વાહનોમાં જ બેસવા મળે. (૩) ઘરમાં કોઇ ચોર ન આવે અને (૪) ઘડપણ જ ન આવે! બાપુએ આ મર્મને વિશેષ સમજાવતા કહ્યું કે, પગે ચાલવું પડે અર્થાત્ તમારા પગ નબળા પડશે, અને લાકડીના ટેકે ચાલશો એટલે કૂતરા તમને કરડવા આવશે નહીં. ઉધરસ એટલી થશે કે ઘરમાં ચોર નહીં આવે અને ઘડપણ જ નહીં આવે અર્થાત્ ઘડપણ આવ્યા પેલા જ... પૂર્ણ ત્યાગ જાગે ત્યારે જ તમે છોડજો. મને સ્વામિનારાયણ એક મહારાજ કેતા'તા કે બાપુ, તમે તમાકુની વાડ જોઇ છે? મેં કીધું ખેતર તો એના ખૂબ જોયા છે પણ વાડ નથી. જોઇ, એણે કારણ કહ્યું કે કારણ કે, એને વાડની જરૂર નહીં. કારણ કે, એ તો ગધેડા ય નહીં ખાતા!

કુછ તો લોગ કહેંગે...

રાજકોટ તા. ૧૧: પૂ. મોરારીબાપુએ આજે શ્રી રામકથામાં હિન્દી ફિલમનું ગીત ''કુછ તો લોગ કહેંગે... લોગો કા કામ હે કહેના...'' ગીતનું ગાયન કર્યું હતું.

પૂ. મોરારીબાપુએ શ્રીરામ કથાના આયોજકો પાસે હું હિન્દી ફિલ્મનું ગીત ગાવને? તેમ કહીને પરવાનગી પણ માંગી હતી.

(3:55 pm IST)