Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ધ્રાંગ્રધાના જેસડા ગામે ખેડૂતોએ પાક વીમા કંપનીનું બેસણું રાખ્યું: મુંડન અને બારમાનો કાર્યક્રમ કરાશે

તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ સહિતનો સ્ટાફ જેસડા ગામે પહોંચી ગયો

વઢવાણ, તા. ૧૦ : ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે મોટી સંખ્યામા ખેડૂતો પાકવીમા કંપનીનો વિરોધ કરતા બેસણુ યોજી અનોખો વિરોધ કર્યો હતો ખેડૂતો દ્વારા જેસડા ગામે પાકવીમા કંપનીનુ બેસણાનો કાર્યક્રમ શરુ કરતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હરકતમા આવી હતી અને તુરંત તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ સહિતનો સ્ટાફ જેસડા ગામે પહોચી ગયા હતા.જોકે ખેડૂતો દ્વારા બેસણા કાર્યક્રમ સિવાય અન્ય કોઇ જલદ કાર્યક્રમ ન હોવાથી પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવાનુ ટાળ્યુ હતુ

ઙ્ગગુજરાત કિશાન સંગઠનના અધ્યક્ષ જે.કે.પટેલ દ્વારા જણાવાયું હતું કે, પાકવીમા કંપનીની માનવતા મરી ગઇ હોવાના લીધે તેઓ દ્વારા ગત દિવસોમા સ્મશાન યાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ પોલીસ અટકાયતના લીધે આ કાર્યક્રમ સફળ નહી રહેતા અંતિમ વિધિ પ્રમાણે તેઓ આજે બેસણાનો કાર્યક્રમ રાખ્યો હતો હજુ ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અગામી સમયમા મુંડન અને બારમાનો કાર્યક્રમ પણ થશે તેમ જણાવ્યું હતું

ઙ્ગ. બીજી તરફ જેસડા ગામે પાકવીમાં કંપનીના બેસણા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પંથક માથી મોટી સંખ્યામા ખેડૂતો અહીં આવ્યા હતા. અન્ય બેસણાની માફક અહીં પણ બેસણુ યોજી તમામ ખેડૂતો દ્વારા બે મિનિટનું મૌન ધારણ કરી બાદમા શાંતિપુર્ણ રીતે કાર્યક્રમનું સમાપન કરી અગામી સમયમા જયાં સુધી ખેડૂતોની માંગ નહીં સ્વીકારય ત્યાં સુધી આ જ રીતે આશ્યર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

પાકવીમા કંપનીના બેસણા કાર્યક્રમમા ગુજરાત કિશાન સંગઠનના અધ્યક્ષ જે.કે.પટેલ, સુરેશભાઇ પટેલ, ચંદુભાઇ, શકિતસિંહ ઝાલા સહિત ધ્રાંગધ્રા પંથકના આજુ-બાજુ ગામોમાથી મોટી સંખ્યામા ખેડૂતોએ હાજરી આપી પાકવીમા કંપની સામે અનોખી રીતે વિરોધ્ધ નોંધાવ્યો હતો.

(12:11 pm IST)
  • 'વાયુ' ઝંઝાવાત વધુ ઉગ્ર બનતું જાય છે : વેરાવળથી ૪૭૦ કી.મી. દૂર પહોંચ્યું : ૧૪૦ થી ૧૫૦ કી.મી. ઝડપે મહાભયાનક સ્પીડ સાથે ત્રાટકશે : જે ૧૬૫ કી.મી. થવા સંભવ છે તેમ આધારભૂત સુત્રોના હવાલાથી જાણવા મળે છે.

    access_time 11:56 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન : આહવા માં ગત રાત્રે ઝરમર વરસાદ બાદ આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા : વાતાવરણમાં પલટા થી ગરમીથી લોકોને રાહત access_time 4:55 pm IST