Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભાવનગરમાં માનસિક દિવ્યાંગ યુવતિ વિજ થાંભલા ઉપર ચડી ગઈઃ શોક લાગતા મોત

ભાવનગર, તા. ૧૧ :. ભાવનગરમાં ૩૦ વર્ષની માનસિક દિવ્યાંગ યુવતી ઈલેકટ્રીક થાંભલા ઉપર ચડી જતા ઈલે. શોક લાગતા જમીન પર પટકાતા તેણીનું મોત નિપજ્યુ હતું.

બનાવની મળતી વિગતો મુજબ ભાવનગરના ભાલ પંથકના સવાઈનગર ગામે રહેતી માનસિક દિવ્યાંગ રાધાબેન ઉમેશભાઈ વીરડીયા (ઉ.વ. ૩૦) સવાઈનગરની સીમમાં મીઠાના અગરની સામેના ભાગે આવેલા વિજ પોલ પર ચડી ગઈ હતી. વિજપોલ ઉપર ઈલે. શોક લાગતા રાધાબેન જમીન પર પટકાતા તેણીને સારવાર માટે ભાવનગરની હોસ્પીટલ લાવેલ જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યુ હતું.

(12:09 pm IST)