Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

'મોદી મેગા ફોટો' ચિત્ર પ્રદર્શનમાં જૂનાગઢના દર્શિકા લખલાણીને ત્રણ ઇનામ

જૂનાગઢ તા.૧૧ : નારી શકિત એજયુ. ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે જૂન ૧,૨,૩ દરમિયાન શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ માત્ર પી.એમ.મોદીજીના જ ચિત્ર પ્રદર્શીત કરવામાં આવ્યા હતા. જેનુ ઉદઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જેમાં જૂનાગઢના ચિત્રકાર દર્શિકા લખલાણી દ્વારા મોદીજીના ર ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તેમા અભિનંદનની સાથે દર્શિકા લખલાણીને નેશનલ રેકોર્ડ, ગ્લોબલ રેકોર્ડ અને એશિયા પેસિફીક રેકોર્ડ એવા ત્રણ સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા.

(12:04 pm IST)