Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

પોરબંદરમાં કાલથી ત્રીદિવસીય ઓશો સાહિત્ય

આયોજકઃ ઓશો સન્યાસીની અલ્પા ટોડરમલઃ ઓશોના હિન્દી, અંગ્રેજી ત્થા ગુજરાતી પુસ્તકો ૧૦% વળતરથી ઉપલબ્ધ

રાજકોટ તા. ૧૧ : તા.૧ર થી ૧૪ માર્ચ (શુક્રથી રવિ) દરમ્યાન પોરબંદરમાં ઓશો સન્યાશીની અલ્પા ટોડરમલ દ્વારા ત્રીદિવસીય ઓશો સાહિત્ય પ્રદર્શનનુ આયોજન કરેલ છે. જેમાં ઓશોના હિન્દી-અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકોનો ખજાનો ૧૦% વળતરથી ઉપલબ્ધ રહેશે.

અલ્પા ટોડરમલનું વર્ષોથી ઓશો વિચારો ત્થા તેના સાહિત્યના પ્રસાર-પ્રચારમાં અમુલ્ય ફાળો છે. પોરબંદરમાં ઓશો પીરામીડ ધ્યાન કેન્દ્રનું તેઓ સંચાલન કરે છે. તેઓના નિર્વાણ પિતાશ્રી લાલજીભાઇ ટોડરમલ (સ્વામી આત્મોરણ) ઓશોના પ્રસાર-પ્રચાર-કાર્યમાં સક્રિય હતા. અને તેઓને ઓશો અભિનવ-ધ્યાન કેન્દ્રની માન્યતા પૂનાથી મળે.

ઓશોના પૂસ્તકોની ખૂબીએ છે કે ગમે ત્યાંથી વાંચી શકાય છે. ગમે ત્યાથી વાંચવા કે સાંભળવા છતા સાતત્ય ગુમાવાનુ નથી કે રસશ્રૃતી થતી નથી કે સમજવામાં અડચણ પડતી નથી તેમનું એક વાકય તેની પર્યાયત્મા છે. ઓશો ગદ્યમાં પણ બોલ્યા છે તેમની અભિવ્યકિતમાં કાવ્ય છે. રહસ્યમયતા છે તર્ક છે. વિજ્ઞાન છે. તર્ક છે વિજ્ઞાન છે.દ્રષ્ટાત છે. ટુચકા છે ઓશોની શૈલીની કારણે ભારેખમ ધાર્મિક પ્રવચનો રસાદર સરળ અને આનંદ દાયક બન્યા છે.

ઉપરોકત ઓશો સાહિત્ય પ્રદર્શનો લાભ લેવા ત્થા અચૂક પ્રદર્શનની મુલાકાત લેવા સાહિત્ય પ્રેમી જનતાને-અલ્પા ટોડરમલનું નિમંત્રણ છે.

પ્રદર્શનનું સ્થળઃ ઓશો સાહિત્ય પ્રદર્શન-જુના ફુવારા પાસે હાર્મોની કોમપ્લેક્ષ પ્રદર્શનનો સમય સવારે ૧૦-૩૦ થી રાત્રે ૯

વિશેષ માહીતી માટેઃ- અલ્પા ટોડરમલ મો.૯૧૦૬૪ ૪૮પ૯૦

(2:51 pm IST)