Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

જૂનાગઢમાં ડમ્પીંગ સાઇટ હટાવવા રજૂઆત

જૂનાગઢ : સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાંથી સી એન્ડ ડી ડમ્પીંગ સાઇટ હટાવવા બાબતે ખમીરભાઇ મજમુદારે મ્યુનિ. કમિ.ને રજૂઆત કરી છે. શહેરની મધ્યમાં આવેલ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ જે યુવાનો માટે ક્રિકેટની રમત માટેનું એકમાત્ર ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર સ્ટેડીયમમાં બાંધેલ જગ્યાને બાદ કરતા ખાલી રહેલ ગ્રાઉન્ડની અંદર મહાપાલિકા દ્વારા કરાવેલ ભુગર્ભ ગટર કે રસ્તા ખોદાણના સી એન્ડ ડી વેસ્ટની ડમ્પીંગ સાઇટ ઉભી કરીને ગ્રાઉન્ડની બદતર હાલત કરવામાં આવી છે. દરરોજ મોટી સંખ્યામાં યુવાનો ત્યા ક્રિકેટ રમવા આવે છે તથા ઘણા પ્રજાજનો ગ્રાઉન્ડની અંદર રનીંગ, જોગીંગ, વોકીંગ કરવા પણ આવે છે તેમ રજૂઆતમાં જણાવેલ છે. વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ડમ્પીંગની તસ્વીર.

(11:27 am IST)