Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ગોંડલનાં દેરડી(કુંભાજી)માં એક સાથે ૬ દુકાનોના શટર તૂટ્યા

૪ તસ્કરો સીસીટીવી કેમેરામા કેદ : ગ્રામજનોના ફફડાટ : પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ,તા. ૧૧: ગોંડલના દેરડી (કુંભાજી) ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ એક જ રાત્રીમાં ૬ જેટલી દુકાનોના શટર તોડ્યા છે.

એક અહેવાલ મુજબ તસ્કરોએ એક જ રાત્રીમાં ૬ જેટલી દુકાનોના શટર તોડ્યા છે.

હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઇલેકટ્રીક, જલારામ ઓટો કન્સલ્ટ, ધનલક્ષ્મી લેમીનેશન ડોર, ઉમા મોટર રીવાઇન્ડીંગ, કુળદેવી રોલીંગ શટર નામની દુકાનોના શટર તોડતા થઇ છે. 

ભૂખ્યા તસ્કરોએ નમકીન પણ ન છોડી હોવાનું બહાર આવ્યું છે. દેરડી (કુંભાજી) ગામે વારંવાર બનતી ચોરી અને ચોરીના પ્રયાસની ઘટનાને લઇને ગ્રામજનોને ફફડાટ ફેલાયો છે. અને પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ કરાઇ છે.

(11:00 am IST)