Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

જામનગર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૧: શ્રી જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ખેડૂત આગેવાન પ્રદિપસિંહ જાડેજા અને ઉપ.પ્રમુખ તરીકે માર્કેટીંગ યાર્ડના સક્રીય ડાયરેકટર ભગવાનજીભાઇ ધમસાણીયાના બીન હરીફ વરણી થયેલ છે.

પ્રદિપસિંહ જાડેજા સતત બીજી વખત પ્રમુખ તરીકે બીનહરીફ વરાયા છે.

જામનગર જીલ્લાના સહકારી આગેવાન રાઘવજીભાઇ પટેલ, પ્રવિણસિંહ ઝાલા, સેક્રેટરી હિતેશભાઇ પટેલ, તાલુકા સંઘના ડાયરેકટર મોહનભાઇ ડોબરીયા, મગનભાઇ ભેસદડીયા, ભરતભાઇ બોડા, અશ્વીનભાઇ ગલાણી, પ્રભાતભાઇ મકવાણા, મેનેજર પ્રભુલાલ મણવર, માર્કેટીંગ  યાર્ડના ઉપપ્રમુખ ધીરૂભાઇ કારીયા, જમનભાઇ ભંડેરી, દયાળજીભાઇ ભીમાણી, જીતેનભાઇ પરમાર, ઘનુભા જાડેજા, સુરેશભાઇ વસોયા, દેવરાજભાઇ જરૂ, તેજુભા જાડેજા, તુલસીભાઇ પટેલ સહીતના આગેવાનોએ શુભેચ્છા પાઠવેલ છે.

(10:26 am IST)