Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઠંડીમાં રાહત-ઠાર, ઝાકળ યથાવત નલીયા ૪.૮, ગિરનાર પર્વત ૮.૬ ડિગ્રી

રાજકોટમાં ૧૩.પ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા.૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આજે સવારે કચ્છના નલીયામાં સૌથી નીચુ ૪.૮ ડિગ્રી, ગીરનાર પર્વત ઉપર ૮.૬ રાજકોટમાં ૧૩.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું છે.

આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને ઠંડીમાં રાહત છે. પરંતુ ઠાર અને ઝાકળ યથાવત છે.

જુનાગઢ

આજે સવારે વાતાવરણમાં ભેજ વધતા ધુમ્મસનું આક્રમણ થયં હતું. ગિરનાર ખાતે ૮.૬ ડિગ્રી ઠંડી રહી હતી.

આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં રાહત રહી હતી. જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયુ હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮પ ટકા થઇ જતા ગાઢ ધુમ્મસ છવાય ગયું હતું.

ધુમ્મસને લઇ માર્ગો પર વાહન વ્યવહારને અસર થઇ હતી. દિવસે પણ વાહનની હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

ગિરનાર પર્વત પર આજની ઠંડી ૮.૬ ડિગ્રી નોંધાઇ હતી સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.પ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજે જામનગરમાં તાપમાન મહતમ- ર૬ ડિગ્રી લઘુતમ ૪ ડિગ્રી ભેજ ૬૮ ટકા અને પવન ૭ કિ.મી. પ્રતિ કલાક રહ્યો છે.(૬.૧૪)

કયાં કેટલી ઠંડી

શહેર         લઘુત્તમ તાપમાન

અમદાવાદ   ૧૭.૪ ડિગ્રી

ડીસા         ૧૨.૫ ,,

વડોદરા      ૧૭.૪ ,,

સુરત         ૨૦.૪ ,,

રાજકોટ       ૧૩.૫ ,,

ગિરનાર પર્વત     ૮.૬         ,,

કેશોદ         ૧૩.૨ ,,

ભાવનગર    ૧૭.૮ ,,

પોરબંદર     ૧૩.૬ ,,

વેરાવળ      ૧૯.૩ ,,

દ્વારકા         ૧૯.૪ ,,

ઓખા         ૧૭.૬ ,,

ભુજ          ૧૧.૦ ,,

નલીયા       ૪.૮   ,,

સુરેન્દ્રનગર   ૧૪.૦ ,,

ન્યુ કંડલા     ૧૨.૧ ,,

કંડલા એરપોર્ટ     ૧૧.૬        ,,

અમરેલી      ૧૫.૦ ,,

ગાંધીનગર   ૧૬.૦ ,,

મહુવા        ૧૯.૧ ,,

દિવ          ૨૦.૫ ,,

વલસાડ      ૧૫.૫ ,,

વલ્લભ વિદ્યાનગર  ૧૬.૬        ,,

જામનગર       ૧૪.૦   ''

(4:04 pm IST)
  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST

  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST

  • આજે સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટેની બેઠક મળશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શ્રી એલ.કે.અડવાણી બેઠકમાં જોડાશે. access_time 2:51 am IST