Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વાંકાનેર અંધ-અપંગ ગૌશાળાના રાજકોટ અને જામનગરના ગૌસેવકોની મીટીંગ યોજાય

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૧ : વાંકાનેરની ભૂમી ઉપર આવેલ ગુજરાતની સર્વ પ્રથમ અંધ અપંગ ગૌશાળા દ્વારા વર્ષમાં એક વખત મકરસંક્રાતિના પાવન દિને રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, ખંભાળીયા સહિતના શહેરોમાં મંડપ દાન છાવણી ઉભી કરી વાંકાનેર અંધ અપંગ ગૌશાળાની ૧૧૦૦ ગૌમાતાઓ માટે દાન ઉઘરાવે છે. આ દાન એકત્ર કરનાર ગૌસેવકો સાથે દર વર્ષે સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે સમુહ મીટીંગ યોજાય છે અને જરૂરી સુચનો અને સુચનાઓની સાથે ગૌસેવકો અને દાતાઓનુ સન્માન પણ કરવામાં આવે છે.

જામનગર ખાતે મળેલ મીટીંગમાં ગૌસેવા કરતા સૌ ગૌસેવકો ઉપરાંત પ્રતિષ્ઠિત અગ્રણીઓ મનહરલાલ જોબનપુત્રા, દિનેશભાઇ કટારીયા, જગદીશભાઇ શાસ્ત્રીજી, વિપુલભાઇ કોટક, જગદીશભાઇ પુજારા (ટીનાલાલ), અશ્વિનભાઇ રાવલ, દિલીપભાઇ ભોજાણી, અતુલભાઇ રાહુલભાઇ મોદી સહિતના મંચસ્થ અગ્રણીઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન કરનાર બટુકભાઇ બુધ્ધદેવે સંસ્થાની સેવાકીય પ્રવૃતિ અને દરરોજનો રૂપિયા ૫૦ હજારનો ખર્ચ થતો હોવાનું મંચસ્થ અગ્રણીઓએ આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત અને તેઓએ કરેલા નિરીક્ષણનું વર્ણન કરી આ સંસ્થા માટે કામ કરવા મળે તે ભાગ્યશાળી હોવાનું જણાવેલ અને સૌએ સહીયારો પ્રયાસ કરી વાંકાનેરની અંધ અપંગ ગૌમાતા માટે વધુને વધુ દાન એકત્ર કરી સંસ્થાને અર્પણ કરવા સૌએ અનુરોધ કર્યો હતો.

સંસ્થાના પ્રમુખ હરીશભાઇ બુધ્ધદેવ (મુન્નાભાઇ) એ વર્તમાન સમયની ગૌશાળાની સ્થિતિ તેમજ છેલ્લા ૧૦ માસથી કોરોના મહામારીને પગલે લાગેલા લોકડાઉનમાં દાનની આવકમાં મોટી ઘટ પડી હોવાનુ જણાવેલ સાથે સાથે લોકડાઉનમાં સતત બે માસ સુધી વાંકાનેર ઉપરાંત રાજકોટમાં બીન વારસુ ફરતી ગૌમાતા અને તેના વંશજોને સતત આ ગૌશાળા દ્વારા લીલો ઘાસ ચારો નાખી ગૌમાતા માટે આવતુ દાન જરૂરી સમયે ગૌમાતા માટે વાપરવુ જોઇએ તે વાતથી વાકેફ કરેલ.

આ ઉપરાંત જામનગરમાં વાંકાનરની  ગૌશાળા માટે કરકાર ગૃપ મોટુ હોય માટે સંસ્થા દ્વારા જામનગરના પાયાના પથ્થર સમા ગૌ સેવકોની જામનગર ગૌસેવા સમિતિની રચના કરવામાં આવેલ જેમાં મનહરલાલ જોબનપુત્રા, કિશોરભાઇ ઠકરાર (કિરીટ સ્વીટ), કિર્તીભાઇ પટેલ, મુકેશભાઇ રાડીયા, દિલીપભાઇ ભોજાણી અને અશોકભાઇ જોબનપુત્રાની વરણી કરવામાં આવેલ તેમજ જામનગરમાં ગૌ સેવકોની મીટીંગ માટે દર વર્ષ કોઇપણ જાતનો ચાર્જ લીધા વિના દીગ્જામ સર્કલ પાસે આવેલ ફ્રેન્ડર્સ હોલના માલીક મુકેશભાઇ રાડીયા ઉપરાંત મનોજભાઇ અમલાણી, કેયુરભાઇ દતાણી, રીંકુભાઇ ગાંગાણી, બાબાભાઇ પટેલનુ પણ ગૌમાતાની મુર્તી અને ગમછો ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

રાજકોટમાં પણ ધ ગ્રાન્ટ ઠાકરમાં ગઇકાલે મળેલ અંધ અપંગ ગૌશાળાના ગૌસેવકોની મીટીંગમાં બહોળી સંખ્યામાં ગૌસેવકો ઉપરાંત જાણીતા રઘુવંશી અગ્રણી ઘનશ્યામભાઇ ઠકકર, જગદીશભાઇ શાસ્ત્રીજી, પરેશભાઇ કાનાબાર (મોરબી), અશ્વિનભાઇ રાવલ સહિતના અગ્રણી અને મંચસ્થ મહેમાનોએ અંધ અપંગ ગૌશાળાની ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળી સૌને રૂબરૂ મુલાકાત લેવા તથા આ ગૌશાળા માટે વધુ ને વધુ ઉપયોગી બનવા અનુરોધ કરેલ. મોરબી ગૌસેવા સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ ગૌશાળાની ગૌમાતાના લાભાર્થે બનાવાતા શુધ્ધ ઘીના અડદીયા અને તેઓના થકી વધુને વધુ દાન એકત્ર કરવા માટે થતા પ્રયાસોની જાણકારી સૌને આપવામાં આવેલ. ઘનશ્યામભાઇ ઠકકરની ભાણેલ દેવાંશી પારેખ દ્વારા તેમના અને ગૃપ સર્કલના લોકોને ત્યાથી વેસ્ટ પુસ્તકો જાતે લઇ આવી તેને વહેચી તેમાંથી ઉપજતી રકમમાં ગૌરી ગૌશાળા તેમજ વાંકાનેર અંધ અપંગ ગૌશાળાને અર્પણ કરે છે તેમનું પણ સંસ્થા દ્વારા સન્માન કરાયેલ. ધ ગ્રાન્ટ ઠાકરના માલીકો પણ એક પૈસાનો ચાર્જ લીધા વિના ગૌ સેવકોની મીટીંગ માટે તેમનો હોલ અને તમામ ગૌસેવકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમનું પણ સન્માન કરવામાં આવેલ.

(12:13 pm IST)