Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

આ જીત મારી નહી પરંતુ મોટી પાનેલીની છે : ડો. મહેન્‍દ્ર પાડલીયા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૧૦ : ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયા વતન મોટી પાનેલીમાં ભવ્‍ય વિજય સરઘસ માં જોડાઈ ને ગદગદ બન્‍યા હતા ગ્રામજનો ના અપાર  પ્રેમ અને લાગણી  સાથે વિજય સરઘસ પાનેલીના મુખ્‍ય માર્ગો ઉપર ફરી લીમડા ચોકમાં ઋણ સ્‍વીકાર કરતા પાડલીયા એ સર્વોનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવેલ કે આ જીત કોઈ પાડલીયા ની નહીં પરંતુ પાનેલીની જીત છે અને પાનેલીના દરેક સુખઃ દુઃખ સેવામા હું હાજર રહી સૌની સાથે રહીશ.

(11:34 am IST)