Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર પ્‍લાસ્‍ટીક મુકત અભિયાન

જૂનાગઢ : ગિરનાર પર્વત ઉપર ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન અને હોટલ ફર્ન ફિલો રિસોટ દ્વારા ગિરનાર ઉપર પ્‍લાસ્‍ટીક મુકત અભિયાનનો શુભારંભ કરાયો હતો. જેમાં ઉષા બ્રેકો કંપનીના આસીસ્‍ટન્‍ટ વાઇસ પ્રેસીડેન્‍ટ દિપક કપલીસ અને રેસીડેન્‍ટ મેનેજર રાજેશભાઇના માર્ગદર્શન હેઠળ કંપનીના કર્મચારીઓ તેમજ હોટલ ધ ફર્ન લિર્યો રિપોર્ટના માલિક વિપુલભાઇ કોટેચાના માર્ગદર્શન હેઠળ રિસોર્ટના કર્મચારીઓ ગિરનાર અંબાજી મંદિરથી ગુરુદતાત્રેય સુધીના રૂટ પર સઘન સફાઇ હાથ ધરી પ્‍લાસ્‍ટીક એકત્ર કર્યું હતું. તસ્‍વીરમાં પ્‍લાસ્‍ટીક એકત્ર કરતા કર્મચારીઓ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:02 am IST)