Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

ધોરાજી ઉપલેટા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટાયા બાદ 135 વારા માવાના 12 રૂપિયામાંથી 5 રૂપિયા કરાવીશ: લલિત વસોયા

ધોરાજીના ધારાસભ્યનું ફેક સોગંદનામુ ફરી સોશિયલ મીડિયામાં વાયરલ :પોસ્ટ બાબતે લલિત વસોયાનું નિવેદન : કહ્યું- કોઈ ટીખળખોર વ્યક્તિનું કારસ્તાન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ઉપલેટા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટાયા બાદ 135  વારા માવા ના 12 રૂપિયામાંથી 5 રૂપિયા કરાવીશ... લલિત વસોયાનું સોગંદનામું ધોરાજી ઉપલેટા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ ગઈ વિધાન સભાની ચૂંટણી સમયે લલિત વસોયાએ કરેલ સોગંદનામા માં ફેરફાર કરી અને કોઈ અજાણ્યા વ્યક્તિ એ સોશિયલ મીડિયામાં સોગંદ નામુ કર્યું હતું વાયરલ જેમાં લખ્યું હતું કે  હુ લલીત વસોયા સોગંદ લઉ છુ કે જો હુ ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તાર માંથી ચુટણી જીતી ધારાસખ્ય તરીકે ચુંટાઇ આવીશ તો હુ ૧૩પ વાળા માવા ના ૧૨/- માંથી પ/- રૂપીયા કરીશ આ સરકાર પાસે કરાવી ને પછી જ બીજુ કામ કરીશ
આ પ્રકારનો સ્ટેપ વાળું સોગંદનામું વાયરલ થયું છે
ફરી ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે ફેંક સોગંદ નામુ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો
  આ બાબતે ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ પોસ્ટ બાબતે જણાવેલ કે  કોઈ ટીકર ખોડ વયકતીનું આં કારસ્તાન છેમારા અગાઉના વિધાનસભાની ચૂંટણી સમયે સોગંદનામું કરેલું હતું તે સોગંદ નામા માં છેડછાડ કોઈ અજાણ્યા શખ્સોએ ફેરફાર કરી આ પ્રકારનું ગ્રામ પંચાયતની ચૂંટણી સમયમાં વાયરલ કર્યું છે
પરંતુ અગાઉ આજ પ્રકારનું સોગંદનામું વાયરલ થયું હતું તે આ બાબતે મેં ધોરાજી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે પરંતુ તેમાં કંઈ થયું નથી પરંતુ ફરી સોશિયલ મીડિયામાં મારુ આ સોગંદનામું ફેરફાર કરીને વાઈરલ કરતા મને કોઈ ચૂંટણીમાં પ્રોબ્લેમ થવા નો નથી અને મારે આ બાબતે કોઈ ફરિયાદ કરવી નથી તેમ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું
આ બાબતે વિધાન સભા ની ચૂંટણી સમયે કરી હતી ફરિયાદ લલિત વસોયા એ. જણાવેલ કે
 હું લોકોના સેવાના કામ માં મારો પગાર વાપરીશ અને મેડીકલ કેમ્પ દ્વારા આ વિસ્તારના લોકોની સેવા કરીશ તે પ્રકારનું અગાઉ નું સોગંધનામું હતું
ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે આવા ફેંક પોસ્ટ થી કોંગ્રેસ ના કોઈ કાર્યકર ને અસર નહિ પડે તેમ જણાવ્યું હતું

(6:41 pm IST)