Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

દેશના હજારો કેદીઓની પરિવારજનોને ન્યાય આપવા તથા ૬૦ વર્ષ ઉપરના કેદીઓને મુકત કરો : ટિમ ગબ્બર

(યાસીન બ્લોચ દ્વારા),તા.૧૦:  વિસાવદરઃ ટિમગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારાવડાપ્રધાનશ્રી,રાજયપાલશ્રી,માનવઅધિકાર પંચ, મુખ્યમંત્રી, કાયદા મંત્રીશ્રી,તમામકલેકટરો, તમામ જેલ અધિક્ષક વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છેકે,ભારત દેશની અનેક અદાલતોમાં અનેક કેદીઓના કેસો પેન્ડિગ છે કોઈ એક કેદી કે ગુનેગાર આવેશમાં આવીને કોઈપણ પ્રકારનો ગુનો કરી બેસે છે ત્યારે કેસ ચાલીને પૂરો થાયત્યાં સુધી અમુક ગુનાના કામમાં જેલમાં રહે છે અને અમુક કિસ્સામાં ૧૦વર્ષ જેવા સમય બાદ આવા કેદી સામેની ટ્રાયલ ચાલી જતા તેઓ નિર્દોષ છૂટે છે પરંતુ આ દશ વર્ષસુધી કે ગુનાની સજા પુરી થાય ત્યાં સુધી તેમનો પરિવાર તેમના પત્ની બાળકો અને તેમના આશ્રિત માં બાપે કોઈપણ પ્રકારનો ગુનો નહિ કરેલ હોવા છતાં તેમના બાળકોના કુમળા માનસ ઉપર એકગુનેગારના સંતાન હોવાની માનસિકતા ઉભી થાય છે અને આવા જેલમાં રહેલ પરિવારના બાળકોના ભવિષ્ય અંધકારમય બની જાય છે.

આવા બાળકો નિરાધાર બની જાય છે અને તેની માતા તેને અભ્યાસ કરાવવાનો ખર્ચ પણ કરી શકે તેવી સ્થિતિ હોતી નથી તેથી આવા બાળકોના કુમળા માનસ ઉપર તેના પિતા તથા સમાજપ્રત્યે ધૃણા ઉતપન્ન થાય છે ખરેખર આવા બાળકોએ કોઈ ગુનો કરેલ ન હોવાછતાં તેના કોઈ સ્વજન કે પિતા જેલમાં હોવાના કારણે અને અભ્યાસના અભાવે આવા બાળકો ગુનાખોરી તરફ ન વળે તે માટેઆવા કેદીઓના બાળકો માટે પણ સરકારે કાર્યવાહી કરી આવા બાળકોને ઉચ્ચશિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.આ અંગેચાઈલ્ડ પ્રોટેકશનએકટ,ઝુવેનાઇલ જસ્ટીસ એકટ તથા બંધારણની જોગવાઈઓ અને માનવ અધિકાર પંચ ના કાયદા મુજબ આવા પરિવારની સ્ત્રીઓ માટે આજીવિકા મળી રહે તે જોવાની ફરજ પણ સરકારની છે ત્યારે જેલ માં રહેલ વ્યકિતએ તો ગુનો કરેલ હશે તે બદલ કોર્ટ નિર્ણય કરશે પરંતુ તેમનો પરિવાર પણ ગુનેગાર હોય તેવું વર્તન સમાજ તરફથી ન થાય અને ગુનાખોરી ઉપર નિયંત્રણ આવે તે પણ જરૂરી છે તેથી આવા પરિવારના વ્યકિતઓએ કોઈ ગુન્હો કરેલ ન હોય ત્યારે દેશની સંવેદનશીલ સરકારે આ માટે કેદીઓ ના પરિવાર માટે પ્રોટેકશન એકટ બનાવી આવા કેદીઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ તથા અન્ય આર્થિક લાભો આપવા જોઈએ આવા કેદીઓના પરિવારને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે અને શકય હોય તો ૬૦ વર્ષ થી મોટી ઉમર ધરાવતા તમામ કેદીઓ ફરી ગુનો કરે તેવી સ્થિતિમાં ન હોય તેઓને મુકત કરવામાં આવે તો સરકારને આવા કેદીઓ માટે જે ખર્ચ થાય તે પણ બચી શકે તેમ છે અને મોટી ઉંમરના કેદી ને પોતાના પરિવાર સાથે બાકી જિંદગી જીવી શકે અને સારો નિભાવ થઈ શકે અને પરિવાર સાથે સમય પસાર કરી શકે તે માટે જેલમાં મોટા ભાગના ઉમરલાયક કેદી મુકત કરવામાં આવે તો જેલ પણ ખાલી થઈ જાય અને યોગ્ય વાતાવરણ ઊભું થાય તેવી અમારી ટિમ ગબ્બરની રજુવાત છે.

આ રજુઆત લાગુ પડતા વિભાગોમાં પહોંચાડી કરેલ કાર્યવાહીનો લેખીત જવાબ નાગરિક અધિકારપત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલવા અમારી માંગણી અને રજુઆત છે તેવું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે.

(1:04 pm IST)