Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

સૌરાષ્ટ્રના ખાંભા વિસ્તારમાં એક સાથે પ્રથમવાર 17 સિંહો લટાર મારવા નીકળ્યા : વિડિઓ વાયરલ

ખાભા નજીક પીપળવાથી ચતુરી રોડ પર એકસાથે 5 સિંહણની સાથે 12 સિંહબાળ રાત્રિના સમયે રસ્તા પર ટહેલ્યાં

અમદાવાદ :સૌરાષ્ટ્રના ખાંભા વિસ્તારનો એક વિડિઓ વાયરલ થયો છે ,જેમાં એક સાથે પ્રથમવાર 17 સિંહો લટાર મારતા રોડ પર જોવા મળ્યા હતા.

ખાભા નજીક પીપળવાથી ચતુરી રોડ પર એકસાથે 17 સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં 5 સિંહણની સાથે 12 સિંહબાળ રાત્રિના સમયે રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા છે. એક વ્યક્તિએ આ સિંહોનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. અહીં એકસાથે 17 સિંહોનો પરિવાર શિકારની શોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હોવાનું અનુમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમરેલી અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહો ઘણી વાર પોતાના શિકાર માટે આવી જતા હોય છે. થોડાક દિવસો પહેલા જ અમરેલીની એક સોસાયટીમાં એક સાથે પાંચ સિંહો દેખા દેતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ પાંચ સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું.

(10:27 pm IST)