Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ટંકારા નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં કારચાલક ભાવેશ રાજપરાનું મોત

કારમાં સવાર લિફ્ટ માંગી બેસેલા બે વિદ્યાર્થીનો બચાવ :રિક્ષાચાલકને ઇજા

 

મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ટંકારા નજીક કાર અને છકડો રીક્ષા અથડાતા કારચાલક અને કારમાં સવાર બે બાળકો તેમજ રિક્ષાચાલકને ઈજા થઇ હતી જેમાં એકનું મોત થયું છે.

ટંકારાથી રાજકોટ તરફ જતી કાર નં જીજે ૦૩ ડીજી ૩૭૮૩ ની ટક્કર છકડો રીક્ષા સાથે થવા પામી હતી અને અકસ્માતમાં કાર ચાલક ભાવેશભાઈ રાજપરા, રીક્ષાના ચાલક પ્રવીણભાઈ અને કારમાં સવાર બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી જેમાં કારચાલક ભાવેશ રાજપરાની હાલત ગંભીર હોવાથી તેણે ૧૦૮ મારફત રાજકોટ ખસેડવાની તજવીજ આદરી હતી જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું કરુણ મોત નીપજ્યું છે જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે કારમાં સવાર બે વિદ્યાર્થીઓએ લીફ્ટ માંગી હતી તેનો ચમત્કારિક બચાવ થયો હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.

(9:30 pm IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST