Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

માંડાસણમાં બસપામાં રહેલ કાર્યકરોએ કરી ઘરવાપસીઃ ફરી કોંગ્રેસમાં

જામજોધપુર, તા. ૧૦ :. તાલુકાના માંડાસણ ગામે કોંગ્રેસમાંથી બસપામાં ગયેલ કાર્યકરો ફરી પાછા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, કિશાન કોંગ્રેસ સેલના જિલ્લા પ્રમુખ હિરેન ખાંટ, તાલુકા પ્રમુખ હિતેષ જોશી, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ધ્રાંગુભાઈ વગેરેની ઉપસ્થિતિમાં પ્રફુલભાઈ ગધેથરીયા, વિમલ ભંડેરી, ભીખા સાકરીયા, સવજીભાઈ સાકરીયા, જેન્તીભાઈ સાકરીયા, બટુકભાઈ વેકરીયા, સંદીપ સાકરીયા વગેરેએ કોંગ્રેસનો ખેશ ધારણ કરી બહુજન પાર્ટી (બસપા)ને રામ-રામ કરી ફરી કોંગ્રેસમાં જોડાતા તાલુકા પંચાયત પ્રમુખના ગામમાં રાજકીય ધણધણાટી ઉપડી છે. આમ બસપાના ટેકેદારો છેલ્લા એકાદ મહિનામાં બહુજન પાર્ટીથી છેડો ફાડી નાખતા અનેક ચર્ચા જાગી છે.

(11:35 am IST)