Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગોંડલમાં યોજાઈ સૌરાષ્ટ્ર કક્ષાની બાળકો વચ્ચે ગણિતની અનોખી સ્પર્ધા

ગોંડલ, તા. ૧૦ : ગણિત શબ્દ સાંભળતા જ જયારે બાળકો ને ડર લાગતો હોય અને હવે જયારે NCERT નો નવો અભ્યાસ ક્રમ આવવા નો છે ત્યારે ગોંડલના બાળકો કંઈક જુદી જ માટી ના દ્યડાયેલા હોય એવું લાગે છે...

બાળકો માં રહેલી આંતરિક ક્ષમતા ને બહાર લાવવા અને તેમની શકિતઓને ઉજાગર કરવા આજે ગોંડલ માં સૌરાષ્ટ્ર કક્ષાએઙ્ગ યુસીમાસઙ્ગ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાનું આયોજન પરફેકટ બ્રેઈન ડેવલપેન્ટ સેન્ટર દ્વારા કરવા માં આવેલ હતું જેમાં ગોંડલ રાજકોટ જૂનાગઢ અને વેરાવળના ૮૦ જેટલા વિધાર્થીઓ એ ભાગ લીધેલ અને બાલગોકુલમ શૈક્ષણિક સંકુલ ખાતે પરીક્ષા આપેલ. આ પરીક્ષા માં ૫ વર્ષે થી ૧૩ વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધેલ અને તેમણે કોઈ પણ પ્રકાર ના કેલ્કયુલેટર કે ઇલેકટ્રોનિક સાધન ની મદદ વગર ૮ મિનિટમાં ૨૦૦ દાખલા ગણવાના હોય છે. આ તકે બાળકો ને પ્રોત્સાહન આપવા અને તેમનો ઉત્સાહ વધારવા રજનીશ રાજપરા , રાજેન્દ્ર સિંહ જાડેજાઙ્ગ નગરપાલિકા ગોંડલ , બાલ ગોકુલમ સ્કૂલ ના ડાંગર સાહેબ , પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે, સિમ્પલ સર , મેહુલ જોશી ઓમનીસોફ્ટ ટેકનોલોજીસ, ચિરાગભાઈ વિઠલાણી , બિન્દુબેન વગેરે હાજર રહ્યા હતા અને બાળકો અને વાલી ઓને માર્ગદર્શન આપેલ .

સૌરાષ્ટ્ર કક્ષાની આ સ્પર્ધા પ્રથમ વખત ગોંડલ ખાતે સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી અને ભવિષ્યમાં રાજયકક્ષાની અને રાષ્ટ્રિયકક્ષાની સ્પર્ધા ગોંડલ માં આયોજીત થાય તેવી અભિલાષા વ્યકત કરવામાં આવી...(૯.૪)

(1:37 pm IST)