Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જામકંડોરણા તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણસભા

જામકંડોરણા : તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણસભા મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને જામકંડોરણા ખાતે ઇન્દીરા નગર પ્રા. શાળામાં યોજાઇ હતી. સભાની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. તેમજ મંડળના સદ્ગત સભ્યોના માનમાં મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. મંડળના મંત્રી મુકિતભાઇ કોઠારીએ મંડળનો અહેવાલ અને હિસાબો રજૂ કરેલ. આ તકે દાતાઓ તથા વરિષ્ઠ પેન્શનરોનું સન્માન કરવામાં આવેલ. આ સભામાં પેન્શનરોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવતા પેન્શનરોના પડતર પ્રશ્નો મોંઘાઇ વધારો, મેડીકલ એલાઉન્સ અને તબીબી સહાયના પડતર પ્રશ્નો અંગે સરકારશ્રીમાં રજુઆત કરવાનું જણાવવામાં આવેલ. આ સભામાં રાજકોટ જીલ્લા પેન્શનર અને સીનીયર સીટીઝન સમાજના મહામંત્રી વનમાળીભાઇ સોનીગરા, સંગઠન મંત્રી સી.એમ. ઠાકર, અન્વેષક કે.ડી. ઠાકર, મંત્રી હિંમતભાઇ ત્રિવેદી તેમજ ગોંડલ, ઉપલેટા, ધોરાજી તાલુકાના પેન્શનર સમાજના હોદેદારો તથા જામકંડોરણા તાલુકા પેન્શનર સમાજના સભ્યોએ હાજરી આપી હતી. (તસ્વીર-અહેવાલ : મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)

(12:37 pm IST)