Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

નર્મદા મૈયાનાં નીરનાં વધામણાં કરવાં ગોંડલવાસીઓ વેરી તળાવે ઉમટયાં: ધારાસભ્યએ કર્યા વધામણાં: આતશબાજીથી આકાશ રંગાયુ

સૌની યોજના અંતર્ગત વેરીતળાવમાં નર્મદાનાં નિર પંહોચતા અને વેરીતળાવ,સુરેશ્રર ડેમ,આશાપુરા ડેમ ઓવરફલો થતાં ભરઉનાળે ઓવરફ્લો જળાશયો નો નજારો માણવાં હજોરો શહેરીજનો રવિવારની સાંજે પરીવાર સહીત ઉમટી પડતાં હૈયે હૈયું દળાય તેવો માહોલ સર્જાયો હતો.કોઇ અનિચ્છનીય ઘટનાંનાં બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ તહેનાત કરાઇ હતી.અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. ઉનાળે ઇતિહાસ બન્યો હોય તેમ વેરી તળાવ ઓવરફ્લો થતાં નગરપાલિકા દ્વારા વેરી તળાવ ખાતે નમઁદા મૈયાનાં વધામણાં કરાયાં હતાં. તળાવને રંગબીરંગી રોશનીથી સુશોભીત કરાયું હતું. સાંજે વધામણાં કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા એ પાણી માટે બહેનો એ ભોગવેલી મુશીબતને યાદ કરી પાણીની સમસ્યા હવે ભુતકાળ બની ચુકી હોવાનું જણાવ્યું હતું. પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લાગણીસભર ઉદ્દબોધનમાં કહ્યુ કે મેં પાણી પ્રશ્ને આપેલું વચન પરીપૂર્ણ કર્યુ છે. પ્રજાને હવે કયારેય પાણી સમસ્યા ભોગવવી નહીં પડે. શરુઆત દર ત્રણ દિવસથી કરી એકાંતરા પાણી વિતરણ કરાશે તેવું જણાવી તેમણે કહ્યું કે માત્ર વેરીતળાવ જ નહીં ભાદરડેમને છલકાવવાનો છે.જેથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારો પણ પાણીદાર બને. જયરાજસિંહે રાજય સરકાર તથાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો ગોંડલ વતી આભાર માન્યો હતો. નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, માર્કેટ યાર્ડનાં વાઇસ પ્રેસીડેન્ટ કનકસિંહ જાડેજા,એશિયાટીક કોલેજનાં ફાઉન્ડર ગોપાલ ભુવા,અગ્રણી કિશોરભાઈ આંદિપરા વગેરેએ સૌની યોજનામાં ગોંડલનો સમાવેશ ન હોવાં છતાં નર્મદાનાં નિર મેળવવાં પાણીદાર નેતાગીરી દાખવનાર જયરાજસિંહ જાડેજાનો આભાર વ્યકત કરી વિવિધ સંસ્થાઓ સાથે બહુમાન કર્યું હતું. સ્વાગત જીતુભાઈ આચાર્ય તથાં આભારવિધિ શહેર ભાજપ પ્રમુખ શશીકાંત રૈયાણી દ્વારા કરાઈ હતી. લોકો એ સહપરિવાર આતશબાજીને માણી હતી. ડી.વાય.એસ.પી.જાડેજા,પી.આઇ. રામાનુ જ સહીત પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો. ગોંડલ વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફ્લો થતા શહેરીજનો હરખાયા છે જયારે તળાવ ઉપર નીરના સ્વાગત અને આતીસબાજી સાથે નગરજનોમાં ઉત્સવનો માહોલ હોય લોકોની ભીડ જામતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકાની ફાયર ફાઇટરની ટીમ સુરક્ષાને લઈ તૈનાઈ થઈ હતી. કાળઝાળ ગરમીથી લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ અને મોટેરાઓ સ્વીમીંગ પુલ મા ધુબાકા મારીને ગરમીથી રાહત મેળવીને મોજ માણતાં હોય છે એવી જ મોજ મસ્તી વેરી તળાવ અને આશાપુરા ડેમમા ન્હાવાની મોજ માણતા તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય- ભાવેશ ભોજાણી હરેશ ગણોદીયા ગોંડલ)

(12:24 pm IST)