Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બગસરામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા

 બગસરાઃ રાષ્ટ્ર શકિત એકતા મંચના હોદેદારો તથા સભ્યો દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને શ્રી રામ લખેલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા  હતા. રાષ્ટ્ર શકિત એકતા મંચ અમરેલી જિલ્લાના પ્રમુખ હેમંતભાઇ ત્રીવેદીના સુચન અનુસાર બગસરા ખાતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને જયશ્રી રામ લખીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. આ કામગીરીને સફળ બનાવવા અમરેલી જિલ્લ મીડિયા કન્વીનર કિરીટભાઇ જીવાણી જિલ્લા સોશ્યિલ આઇ.ટી.અમૃતભાઇ પરમાર જિલ્લા ઉપપ્રમુખ  રાજેશભાઇ દિક્ષિત ભાવેશભાઇ મસરાણી, વિપુલભાઇ કાછડીયા, મહિલા મોરચા જિલ્લા ઉપપ્રમુખ રેખાબેન પરમાર જિલ્લા મહામંત્રી આરતીબેન કાછડીયા બગસરા તાલુકા મહિલા મોરચા પ્રમુખ સંગીતાબેન ગોહિલ વગેરે એ હોદેદારો હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃદર્શન ઠાકર)

(12:15 pm IST)