Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગારીયાધારનાં મોટા ચારોડીયા ગામની સગીરને લઇ જઇ છેલ્લા ૧૪ વર્ષથી નાસતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી ભાવનગર પોલીસ

ભાવનગર, તા.૧૦: તાજેતર મધ્યપ્રદેશ ગયેલ ટીમમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જે.એચ.સિસોદીયા સા.તથા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ હિપાભાઇ મકવાણા તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ.યશપાલસિંહ હકુભા ગોહિલ તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ.શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા તથા સિહોર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ.અશોકસિંહ શકિતસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ.હરપાલસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં ડ્રા.પો.કોન્સ.જગદીશસિંહ ગોહિલ તથા ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનાં (એચ.ઓ.જી.) બ્રાંન્સના ડ્રા.પો.કોન્સ.મુકેશભાઇ કંડોલીયા ની ટિમ બનાવી ગારીયાધાર પો.સ્ટે નાં ત્.ગુ.ર.નં.૨૪/૨૦૦૫. ત્ભ્ઘ્.કલમ ૩૬૩. ૩૬૬, ૪૦૬, વિ.મુ.ના કામનો આરોપી કેવલસિંહ ઉર્ફે નવલ કુકાભાઇ નલવાયા જા.આદિવાસી ઉ.વર્ષ.૪૫,.ધંધો મજુરી રહે-શિમળા ફળીયા સારસવાટ ગામ.તા-રાણાપર.જીલ્લો જાંબુઆ રાજય મધ્યપ્રદેર્શં વાળો સગીર વયની દીકરીને લગ્ન કરવાનાં ગુનામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતો ફરે છે આ આરોપીના રહેવાનાં સરનામે તપાસ કરતાં જાણવાં મળેલ કે તે હાલ ઉપરોકત બતાવેલ વિસ્તારમાં રહે છે તે જગ્યાએ પહોંચી આરોપીની સતત વોચ રાખી ઉપરોકત સરનામે થી પકડી પાડવામાં ભાવનગર પોલીસ ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં પો.કોન્સ.શકિતસિંહ જે સરવૈયા, ર્ંપો.કોન્સ.અશોકસિંહ એચ ગોહિલ, વીગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.(

(12:10 pm IST)