Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સુરેન્દ્રનગરમાં ભુક્કા બોલાવતી ગરમીઃ ૪૪ ડીગ્રી : અમરેલી-ઇડરમાં ૪૩.૪: અમદાવાદમાં ૪૩.૩: રાજકોટ ૪ર.ર ડીગ્રી

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે ગરમી ભુક્કા બોલાવી રહી છે અને મહતમ તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

આજે રાજયમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઇ છે. અહી મહતમ તાપમાન ૪૦ ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે બપોરના લુ ફેંકતો પવન ફુંકાયો હતો.

આ ઉપરાંત અમરેલી અને ઇડરમાં ૪૩.૪ ડીગ્રી, અમદાવાદમાં ૪૩.૩ ડીગ્રી, કંડલા એરપોર્ટ ૪૩.ર ડીગ્રી, ગાંધીનગર ૪૩.૦ ડીગ્રી, વડોદરા ૪ર.૩ ડીગ્રી, ડીસા અને રાજકોટ ૪ર.ર ડીગ્રી, વલ્લભ વિદ્યાનગર ૪૧.૯ ડીગ્રી, ભાવનગર ૪૧.૪, ભુજ ૪૧.૦, સુરત ૪૦.૦, ન્યુ કંડલા ૩૮.૭, મહુવા ૩૮.૪, પોરબંદર ૩૭.૮, વેરાવળ ૩ર.પ, દ્વારકા ૩ર.૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

(7:30 pm IST)