Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમરેલીના લીલીયામાં સ્‍કૂલના ઉદ્ઘાટન સમારોહમાં હવામાં ફાયરીંગથી ખળભળાટ

અમરેલીઃ એક ઉદ્ધાટન સમારોહમાં બંદુકના ભડાકા થયા હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યાં છે.

અમરેલીના લીલીયામાં પ્રકૃતિ વિદ્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં બંદુકના ભડાકા થયા હતા. ઉદ્ધાટન પ્રસંગ નિમિતે બાળકો જ્યારે સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યાં હતા. તે સમયે સિક્યોરિટી ગાર્ડે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સૌથી મોટી વાત એ છે કે આ સમારોહમાં મામલતદાર, જીલ્લા શિક્ષણાધિકારી અને ટીડીઓ હાજર હતા. અને તેની હાજરીમાં જ સિક્યોરિટી ગાર્ડે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને લઈને સમગ્ર મામલે ગંભીર પગલા ભરવામાં આવે તે લોકો માંગ કરી રહ્યાં છે.

(5:52 pm IST)