Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાઇની બિમારીની ચિંતામાં મામાની ઘરે દંપતિનો આપઘાત

ભાવનગરના મોટા ઉમરડામા સજોડે જીવ દઇ દેતા અરેરાટી : મૂળ ચારણકીના હાલ મુંબઇના રહેવાસી

રસનાળ-ભાવનગર તા.૧૦ : બોટાદ જીલ્લાના નાના એવા મોટા ઉમરડા ગામના દંપતીએ ભાઇની બિમારીની ચિંતામાં મુંબઇ રહેતા દંપતિએ મામાના ઘરે આવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જીલ્લાના ચારણકી ગામના મુળ વતની અને હાલ મુંબઇમાં રહેતા મોહનભાઇ  માવજીભાઇ કતપરા (ઉ.૪પ) એ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જેમાં જણાવ્યું છે કે મુળ ચારણકી ગામના અને હાલ મુંબઇ રહેતા હિતેશભાઇ મોહનભાઇ કતપરા (ઉ.૩૦) અને તેના પતિ અનિતાબેન હિતેષભાઇ કતપરા (ઉ.ર૮) એ બોટાદ જીલ્લાના ગઢડા (સવામીના) તાલુકાના મોટા ઉમરડા ગામમાં કાલે મૃતક હિતેષભાઇના સાળા માનસીક બિમારીથી હાલ દવાખાનામાં સારવારમાં હોવાથી ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

મૃતક દંપતિએ પોતાના મામાના ઘરે આપઘાત કરીને જીવ દઇ દેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મૃતક દંપતિને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર અને અઢી વર્ષની પુત્રી છ.ે

મૃતક હિતેષભાઇ કતપરાના મામા સવજીભાઇનો પુત્ર અને પુત્ર વધુનુ દોઢ વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું.જેના આઘાતમાં સવજીભાઇના પત્નીનુ પણ એક વર્ષ પહેલા મોત થયું હતું.

આ બનાવ અંગે ઢસા પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.આર. ખેર અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)