Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હિરણ નદીમાંથી નીકળતી માટી પ્રભાસ પાટણના કાચા રસ્તાઓ પર નાખી સમથળ કરવા માંગ

પ્રભાસ પાટણઃ તા.૧૦: સોમનાથ ત્રિવેણી ઘાટથી હિરણ નદીનાં પૂલ સુધીના ૧૩ર૦ મીટર વિસ્તારમાં ૧.પ૭ ઘન મીટર કાપ, રેતી, કાકરી સહિતનું મટીરીયલ દૂર કરવામાં આવનાર છે અને પ૦ લાખનું કામનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કરેલ છે.

આ નદીમાંથી જે માટી, કાકરી સહિતનું જે મટીરીયલ્સ નિકળે તે પ્રભાસ પાટણ ઓજી વિસ્તારના અને વાડી વિસ્તારનાં અનેક રસ્તાઓ આવેલા છે જે રસ્તામાં આ મટીરીયલ્સ નાખવામાં આવે તો રસ્તાઓ સારા બની જાય.

ઓ.જી વિસ્તારમાં રહેતા લોકોતેમજ વાડી વિસ્તારનાં ખેડુત વર્ગનાં લોકોને મોટી રાહત મળે અને આ મટીરીયલ્સનો કોન્ટ્રાકટરો દ્વારા દૂર ઉપયોગ ન થાય બાકી કોન્ટ્રાકટરોને આ ખોદકામનાં પૈસા તો મળશે અને આ મટીરીયલ્સ વેચીને ડબલ પૈસા કમાશે તો આ નદીમાંથી ખોદકામ દરમ્યાન નિકળેલ મટીરીયલ્સ વાડી વિસ્તાર અને ઓજી વિસ્તારનાં રહેણાંક વિસ્તારમાં નાખવા ગીર-સોમનાથ જીલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાએ માંગણી કરેલ છે.

(11:34 am IST)