Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ધ્રાંગધ્રા ખાતે ચૂંટણી નિરીક્ષકશ્રી વી.કે. ધ્રુવેના અધ્યક્ષસ્થાને ઉમેદવારો પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજાઇ

સુરેન્દ્રનગરઃ ચૂંટણી અધિકારી ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી ધ્રાંગધ્રાની અખબારીયાદીમાં જણાવ્યા પ્રમાણે ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ તા.૨૩મી એપ્રિલ-૨૦૧૯ના રોજ યોજાનાર છે. જે અન્વયે ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ માટે ચુંટણીપંચ દ્વારા નિયુકત ચૂંટણી નિરીક્ષકશ્રી વી.કે.ધ્રુવે(આઇ.એ.એસ.) તથા ચૂંટણી અધિકારી ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી ભાવેશ દવેની ઉપસ્થિતિમાં તા ૦૮/૦૪/૨૦૧૯ ના રોજ વિધાનસભા પેટા ચુંટણીના ચુટણી લડતા ઉમેદવારો તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષકશ્રી તથા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમેદવારો તથા રાજકીય પક્ષોને ચૂંટણી સંબંધે તથા ચૂંટણી આચારસંહિતાના માર્ગદર્શન અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ચૂંટણી સુચારૂરૂપે પુરી થાય તે માટે દરેક ઉમેદવાર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

(11:50 am IST)