Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ચૈત્રી નવરાત્રીના ત્રીજા નોરતા નિમિતે

ભાણવડ : ગાયત્રી આશ્રમે ૯૦૦ ગોરણીઓ જમાડાઇ

ભાણવડના ઘુમલી રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજરોજ ચૈત્રી નવરાત્રીના ત્રીજા નોરતે આશ્રમના મહંત માતાજી તરફથી નવસોથી વધુ બાળાઓને ગોરણી કરી પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાણવડની સરકારી તેમજ ખાનગી શાળાની બાળાઓ તેમજ ઘુમલી અને બાપુની વાવ સહિતની શાળાઓની કુલ મળીને આશરે ૧૧૦૦ જેટલી બાળાઓએ આ પ્રસાદીનો લ્હાવો લીધો હતો. (તસ્વીર : રવિ પરમાર-ભાણવડ)(૮.૮)

ભાણવડ, તા. ૧૦ : ઘુમલી રોડ પર આવેલી અને ભગવાનની વાડી તરીકે ખ્યાતિ પામેલી જગ્યા હવે ગાયત્રી આશ્રમ તરીકે ઓળખાય છે તેના સંચાલિકા એવા માતાજીએ ૯૦૦ ગોરણી જમાડવાનો નિર્ધાર કર્યો હતો અને આજે રાખવામાં આવેલ જમણવારમાં આશરે ૧૧૦૦ જેટલી બાળાઓએ પ્રસાદીનો લાભ લીધો હતો.

ગાયત્રી આશ્રમના મુખ્યા અને માતાજી તરીકે પ્રખ્યાત એવા સંચાીલકાએ આ ભૂમિના કલ્યાણ અને ઉદ્ધાર અર્થે એક પ્રણ કર્યો હતો કે, તેમના આ આશ્રમ ખાતે માતાજીનું સ્વરૂપ ગણાતી બાળાઓને ગોરણી કરી જમાડવી જેની સંખ્યા ૯૦૦ જેવી નિર્ધારી હતી ત્યારે હાલ ચાલી રહેલ ચૈત્રી નવરાત્રીના આજના ત્રીજા પાવન નોરતે આ આયોજન રાખવામાં આવતા ગાયત્રી ઉપાસકો અને ભાવિકોના અથાક પ્રયત્નોથી શહેરની ખાનગી તેમજ સરકારી શાળાઓની બાળાઓને તેમજ ઘુમલી અને બાપુની વાવની વાડી શાળાની બાળાઓને નિમંત્રવામાં આવેલ જેમાં ૯૦૦ ને બદલે આશરે ૧૧૦૦થી વધુ બાળાઓએ આ પ્રસાદીનો લ્હાવો લીધો હતો.

આગામી તા. ૧ર મેથી આ ગાયત્રી આશ્રમે ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે જેની તડામાર તૈયારી ગાયત્રી પરિવાર તેમજ આશ્રમના ભાવિકો તરફથી ચાલી રહી છે.

(11:48 am IST)