Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

અણીયારા પાસે સુકાયેલ વૃક્ષો ભરીને જતા ટ્રેકટર સાથે સ્કુટર અથડાતા દંપતિ ગંભીર

તસ્વીરમાં ઇજાગ્રસ્ત દંપતિ નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

આટકોટ તા.૧૦: રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર ટ્રેકટર અને સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાતા દંપતિને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર અણીયારા ગામ નજીક પોતાના સ્કુટર (નં.જી.જે.૨૭ એમ ૯૫૬૫) લઇને ખીમજીભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ.૬૫) અને દેવુબેન ખીમજીભાઇ પરમાર (ઉ.વ.૬૦) જઇ રહ્યા હતા.

ત્યારે ટ્રેકટર (નં.જી.જે.૦૩ એસએસ.૨૦૨૪)ની લારીમા સુકાયેલા વૃૃક્ષની ડાળીઓ અને થડ ભરીને આગળ જઇ રહ્યુ હતુ તેની સાથે અથડાયુ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ખીમજીભાઇ પરમાર અને તેમના પત્ની દેવુબેનનેે ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સારવારમા ખસેડેલ છે.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:00 am IST)