Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સુરેન્દ્રનગરમાં મહિલા પીએસઆઇ ઉપર એસીડ-હથિયારથી હુમલાનો પ્રયાસ

લારી સાઇડમાં લેવાનું કહેતા લારી ધારકે અપશબ્દો કહીને ફરજમાં રૂકાવટ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦ : હેન્ડલુમ રોડ ઉપર વહેલી સવારે ટ્રાફિકને અડચણરૂપ લારી રાખી અને ધંધો રોજગાર કરતા લારી ધારકને મહિલા પીએસઆઇ એરવાડીયા દ્વારા લારી સાઈડમાં લેવાનું કહેતા લારી ધારક ઉશ્કેરાઈ જઈ અને મહિલા ટ્રાફિક પીએસઆઇ અને અપશબ્દો ની ભાષામાં વાતચીત કરવા લાગ્યો હતો ત્યારબાદ ઉગ્રતા ભર્યા વર્તનના કારણે પીએસઆઇ એરવાડીયા દ્વારા આ લારી ધારકની ધરપકડ કરવાનું કહેતા લારી ધારક દ્વારા લારીમાં પડેલા તિક્ષ્ણ હથિયારોથી અને એસીડથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સુરેન્દ્રનગર ટ્રાફિક મહિલા પી.એસ.આઇ એરવાડીયા દ્વારા ફરજ રુકાવટ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાના કારણે આ બાબતે પણ ગુનો દાખલ કરાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા આ બાબતે સુરેન્દ્રનગર સિટી પોલીસને તાત્કાલિકપણે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ટ્રાફિક પીએસઆઇ એરવાડીયા એ જણાવ્યું હતું કે વહેલી સવારે લારી રોડથી દૂર લેવાનું કહેતા ઉશ્કેરાઈ છે અપશબ્દો બોલી અને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસની અને ટ્રાફિક બ્રિગેડની સમયસૂચકતાને કારણે હુમલો થતા આ યુવકને અટકાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ યુવક દ્વારા ટ્રાફિક પોલીસના સકંજામાંથી છૂટી અને બાજુમાં પડેલી લારીમાંથી એસિડ લઈ અને મહિલા પીએસઆઇ ઉપર એસિડ છાંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ હુમલામાં પણ ટ્રાફિક પોલીસને બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફીક મહિલા પીએસઆઇ એરવાડીયા અને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ અને લારી ધારક વચ્ચે બપોરના સમયે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. થતા આજુબાજુમાં ૨૦૦૦થી વધુ વેપારીઓ અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે સૌ કોઈએ આ ઘટનાના દ્રશ્યો જોયા હતા અને મોબાઇલમાં વિડિયો રેર્કોડિંગ કરી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા હતા ત્યારે લોકો દ્વારા લારી ધારકને કે પોલીસને છુટા પડવામાં ન આવતા રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

(4:21 pm IST)