Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

વાંકાનેરઃ મોરબીના લીલાલ્હેર સંસ્થાના ૧૧ વર્ષ પુરા થતા ઉજવણી

વાંકાનેર, તા., ૧૦: મોરબીમાં દર્પણ સોસાયટી-રવાપર રોડમાં દર્પણ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં મોરબીના  ઉદ્યોગપતિ સંસ્થાપક હંસરાજબાપા ભવાનભાઇ હાલપરાએ લીલાલ્હેર સંસ્થાની  સ્થાપના ૧૧ વર્ષ પહેલા કરેલ હતી.

જેમાં ૮૦ સભ્યો દરરોજ સવારના ૯ થી ૧૧ વાગ્યા સુધી એવમ વિશ્વ કલ્યાણ અર્થે હરી પ્રસનતાર્થ ધુન-સંકિર્તન-ભજન-સત્સંગ કથા-વાંચના-શ્રી રામાયણજીની ચોપાઇ- ભગવત ગીતા વગેરેનું વાંચન કરે છે. તેમજ દરરોજ સત્સંગમાં આવતા સહુ ભાઇઓ લીન બનીને દિવ્ય સત્સંગનો ધુન-સંકિર્તનનો લાભ લઇને ધન્યતા અનુભવે છે.

નવા વર્ષમાં પ્રવેશ થઇ રહેલ ત્યારે સત્સંગ સભામાં ધુન-સંકિર્તનનો ભવ્ય કાર્યક્રમ સવારથી બપોર સુધી યોજાયેલ હતો. આ સંસ્થામાં શ્રી લક્ષ્મણ બાપા તથા શ્રી નારણ બાપા શ્રી કાનજીભાઇ અઘારા વગેરે વ્યવસ્થિત વહીવટ કરે છે. તેમજ વિશેષમાં લીલાલ્હેર સંસ્થા દ્વારા રામ-નામ-મહામંત્ર જાપ લખવા માટે દરેકને અભિયયાન નોટબુક-તેમજ બોલપેન આપવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા તુલસીના રોપા પણ કાયમ આપવામાં આવે છે. તેમજ લીલાલ્હેરથી ચોકડી સુધી વૃક્ષારોપણ કરીને રળીયામણું બનાવેલ છે. અનેક સેવાકીય પ્રવૃતીઓ ચાલુ છે. કોઇ પણ જગ્યાએ ધુન-સંકીર્તનનો કાર્યક્રમ રાખવો હોય કોઇ પણ જાતના ચાર્જ વિના આવશે જેના માટે કોન્ટેક હંસરાજ બાપા મો. ૯૮૨૫૩ ૧૪૪૨૮ ઉપર કોન્ટેક કરવા જણાવેલ.

(11:47 am IST)