Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

લાઠીના આસોદર અને મતિરાળા વિસ્તારમાં રસીકરણનો ત્રીજો તબકકો

દામનગર તા.૧૦ : મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આંસોદર અને મતીરાળા ખાતે કોરોના રસીકરણ ના ત્રીજા તબક્કા નો આરંભ થયેલ છે. હેલ્થ કેર વર્કરો અને ફ્રન્ટ લાઈન વર્કરો ને સફળતા પૂર્વક રસીકરણ બાદ આ કાર્યક્રમ અંતર્ગત આ વિસ્તાર ના ગામો માં કોરોના રસીકરણ સાઈટ નું આયોજન કરી ૪૫ વર્ષ થી વધુ વય ના કો - મોરબિડ કન્ડીશન વાળા અને ૬૦ વર્ષ થી વધુ વય ના તમામ નાગરિકો ને કોરોના ની રસી ના બે ડોઝ ૨૮ દિવસ ના અંતરે આપવા માં આવે છે. આ વિસ્તાર ના ૭૦૦૦ થી વધુ આવા નાગરિકો ના રસીકરણ માટે ડો. રોહિત ગોહિલ અને ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ જેહમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ ગામોના સરપંચ સહિત સામાજિક અગ્રણીઓ પણ પોતાનું રસીકરણ કરાવી સમાજ માં સૌ ને ઉમદા ઉદાહરણ પૂરૃં પાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના ની રસી નો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ જે તે વ્યકિતમાં રોગપ્રતિકારક શકિત વધતી હોવાથી, સંપૂર્ણ પણે સરકાર માન્ય, સુરક્ષિત અને ઉકત નાગરિકો માટે વિનામૂલ્યે આ રસી તમામ સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર મળતી હોવાથી વધુ માં વધુ લોકો તેનો લાભ લે એવું ડો. હરિવદન પરમાર દ્વારા જણાવેલ છે.

(11:46 am IST)