Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

નશા મુકત ભારત અભિયાન અંતર્ગત

ધ્રોલ મુંગરા કન્યા વિદ્યાલયમાં જનજાગૃતિ કાર્યક્રમ હર્ષભેર સંપન્ન

ધ્રોલ તા. ૧૦ :.. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી જામનગર દ્વારા નશા મુકત ભારત અભિયાન હેઠળ 'જન જાગૃતિ' કાર્યક્રમનું આયોજન શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલય, ધ્રોલ ખાતે કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ડો. વિજયભાઇ સોજીત્રા (ઉ.પ્રમુખશ્રી લેઉવા પટેલ સેવા સમાજ-ધ્રોલ), વિજયભાઇ મુંગરા (સંચાલકશ્રી લેઉવા પટેલ સેવા-સમાજ -ધ્રોલ), શ્રી પ્રાર્થનાબેન શેરશિયા (જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી), ડો. પ્રવિણાબેન જે. તારપરા (આચાર્યા શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલ) સમીરભાઇ પોરેચા (જિલ્લા બાળ સુરક્ષા અધિકારી), મનોજભાઇ વ્યાસ (જિલ્લા પ્રોબેશન અધિકારી), શ્રી પી. એમ. જાડેજા (મોટીવેટર) તથા શાળાના શિક્ષિકા બહેનો અને ૧૦૦ વિદ્યાર્થીની બહેનોની ઉપસ્થિતી રહી હતી.

જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ અધિકારીઓનું સ્વાગત શાળાના આચાર્યા શ્રી ડો. પ્રવિણાબેન જે. તારપરાએ કરેલ. તથા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ દીપ પ્રાગટયથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. લેઉવા પટેલ સેવા સમાજ -ધ્રોલના ઉપપ્રમુખ ડો. વિજયભાઇ સોજીત્રાએ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરશિયાએ પ્રાસંગીક ઉદબોધન આપેલ.

આ કાર્યક્રમમાં શિક્ષિકા બહેન મમતાબેન અજુડીયાનું વિશિષ્ટ સન્માન પોતાના સસરાશ્રી અને સંસ્થાના પ્રમુખશ્રી રાઘવજીભાઇ પટેલનું વ્યસન મુકિત માટે કરવામાં આવેલ. ત્યારબાદ નશાબંધી ક્ષેત્રના વિષય નિષ્ણાંત મોટીવેટર શ્રી પી. એન. જાડેજાએ મોટીવેશનલ સ્પીચ સાથે વિડીયો નિદર્શન કરાવી વિદ્યાર્થીઓને વ્યસન મુકિત માટે જાગૃત કરેલ. સમીરભાઇ પોરેચા જિલ્લા બાળ સુરક્ષાની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપેલ.

આભારવિધી મનોજભાઇ વ્યાસે કાર્યક્રમનું સંચાલન પુનિતાબેન મછોયાએ કરેલ. સંસ્થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલે કાર્યક્રમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:45 am IST)