Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

જોડિયાની ઉંડ નદીનો કાંઠો બાંધવાની કામગીરી

(રમેશ ટાંક દ્વારા) જોડીયા તા.૧૦ : સદીઓથી જોડીયાની ઉંડ નદી કાંઠે આવેલ ખેડૂતોની ખેત જમીન પુર હોનારતમાં ધોવાણ થતુ આવ્યુ છે જે દર વર્ષે ધોવાણ ચાલુ છે. ઉંડ નદીના પશ્ચિમ વિસ્તારના કાંઠે જોડીયાના બસો જેટલા ખેડૂતોની ખેત જમીન ઉંડ નદીના પુર હોનારતમાં આશરે ર થી ૩ વિઘા જમીનનું ધોવાણ થઇ ચુકયુ છે. આઝાદી પહેલા અને પછી ખેત જમીનનું ધોવાણ અટકાવવા માટે પુર્વની રાજય સરકારે કયારે ધ્યાન આપેલ નથી. ગત વર્ષ પુર હોનારતથી તાલુકાના બાદનપર કુજાડ અને જોડીયાની ખેત જમીનનું મોટા પ્રમાણ થતા ખેત જમીનનું ધોવાણ થતા ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી જિલ્લા સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય રાઘઘવજીભાઇ પટેલ તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજય સરકારમાં રજૂઆત પછી સરકારે ખેડૂતોને વ્હારે આવીને પાક નુકશાન તથા ખેત જમીન ધોવાણ બાબત આર્થિક સહાય આપેલ અને સિંચાઇ વિભાગને નદી કાંઠા બચાવીને ખેડૂતોની ખેત જમીન સુરક્ષીત રહે માટી કામ દ્વારા કાંઠા બાંધવાની મંજુરી પછી ગત ચોમાસા પછી કુંજાડ, બાદનપર તથા તતાપર પ્રશ્નના ધોરણે કાંઠા બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તે કામગીરીના ભાગરૂપે જોડીયાના મસાણિયા ચેકડેમના અંતિમ છોર થી ડોબર સુધી આશરે સાડા ત્રણ કિલો મીટર નદી કાંઠો માટી દ્વારા બાંધવાની કામગીરીનું નિરીક્ષણ રાજકોટ સ્થિત સિંચાઇ યાંત્રિક માટીબંધ વિભાગના ના.કા.ઇ.બી.એમ. રાઢવા તથા જિલ્લા સિંચાઇ ખાતાના ના.કા.ઇ. એ.આર.કણજાડીયા તથા ધ્રોલના સિંચાઇ વિભાગના અ.કા.ઇ.ના દવે વગૈરૈ ફુલવારી વિસ્તારમાં નદીના કાંઠા બાંધવાની કામગીરીની સમીક્ષા કરેલ અને સાથે સ્થાનિક ભાજપ કાર્યકર્તા મયુર ડી.ચનિયારા તથા હાર્દિક લીંબાણી, યોગેશ ગોઢી સહિતના વિસ્તારના ઉપસ્થિત ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરેલ અને ડોલર સુધી નદીના કાંઠો બાંધવાની કામગીરી ચાલુ રહેશે. તેવી ખાત્રી આપી હતી. સરકારશ્રીનું સિંચાઇ વિભાગનું ડોઝર તથા ભાર ખટારા દ્વારા દૂર દૂર થી માટી અને કપચી ભરીને ઉંડ નદીને કાંઠે ઢાલવામાં આવી રહી છે. જેના કારણે કાંઠાની મજબૂતી તથા વેથી પુર હોનારતમાં ખેડૂતોની ખેત જમીનનું ધોવાણ અટકશે તેવુ સ્થાનિક ખેડૂતોનું માનવું છે.

(11:44 am IST)