Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

માંગરોળના શીલ ગામે માથાભારે તત્વોએ અંતિમવિધી અટકાવી : અનુ સુચીત જાતિની મહિલાઓએ પોલીસ સ્ટેશનને કર્યો ઘેરાવ

અનુસુચીત જાતિના લોકોને અંતિમ વિધિ ના કરવા દેતા વિવાદ :છ કલાક સુધી શબને સ્મશાનની બહાર રખાયું

 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસુચીત જાતિ સમાજના મસરી સેજા વાઘેલાની અંતિમ વિધિ માટે શીલ સ્મશાન ખાતે લઈ ગયેલ ત્યારે અમુક માથાભારે તત્વો દ્વારા અગાવની જમીન બાબતનું રાગદ્રેશ રાખી અંતિમયાત્રાને રોકવામાં આવેલ તેમજ જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અપમાન કરેલ

ત્યાર બાદ અનુસુચીત જાતિ સમાજના આગેવાનો દ્વારા શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ગયા બાદ પોલિસ બંદોબસ્ત સાથે મૃતક ની અંતિમવિધી કરવામાં આવી હતી..

  છ કલાક સુધી સબ ને સ્મશાન ની બહાર રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પોલિસ ને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી..આ બાબતે શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે,

(12:26 am IST)