Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જુનાગઢમાં વૃધ્ધા સંચાલીત જુગારધામનો પર્દાફાશઃ ૧૧ મહિલાઓની ધરપકડ

રોકડ અને ૬ મહિલા સહીત રૂ.૩પ હજારનો મુદામાલ

જુનાગઢ,તા., ૧૦: જુનાગઢમાં પોલીસે મહિલા સંચાલીત જુગારધામનો પર્દાફાશ કરી ૧૧ મહિલાઓને રૂ.૩પ હજારનાં મુદામાલ સાથે જુગાર રમતી ઝડપી લીધી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢામં મધુરમ બાયપાસ વિસ્તારમાં સુદામા પાર્ક બેમાં આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા લલીતાબેન કારાભાઇ લાડવા (ઉ.વ.૬૦) નામની વૃધ્ધા તેના રહેણાંક મકાનમાં જુગાર રમાડતી હોવાની માહીતી  મળતા એસપી સૌરભ સિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝનના પીએસઆઇ ડી.જી.લાડવા તેમજ એએસઆઇ એન.એમ.કટારા વગેરેએ મોડી રાત્રીના દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે જુગારધામની સંચાલીકા લલીતાબેન લાડવા તેમજ સુદામા પાર્ક વિસ્તારામં રહેતી પુનીબેન માલદેભાઇ મારવાડીયા (ઉ.વ.પ૮) હંસાબેન છગનભાઇ છપર (ઉ.વ.પ૦) રમાબેન ઉર્ફે રેવી ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.પ૧) રેખાબેન  લાલજીભાઇ સોલંકી (ઉ.વ.૪૦), આશાબેન નંદલાલ અડવાણી (ઉ.વ.પ૮) ચંદ્રીકાબેન મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.૪ર) ગીતાબેન દેવાણંદભાઇ પીઠીયા (ઉ.વ.૩૦) સુમનબેન સંજયભાઇ દેવળીયા(ઉ.વ.૩૧) અને દિક્ષીતાબેન મનીષભાઇ કારીયા (ઉ.વ.ર૮) સહીત ૧૧ મહીલાને રૂ. ૩૧,૦પ૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડી હતી.

પોલીસે મહીલાઓ પાસેથી રોકડ તેમજ છ મોબાઇલસહીત રૂ.૩પ,૦પ૦નો મુદામાલ  કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત શીતના દરસાલી ગામના કિશોર ભીખા કરગઠીયાની ખેતરની વાડીમાં પોલીસે દરોડો પાડીને ૬ શખ્સોને જુગાર રમતા પકડી પાડયા હતા.

જેમાં કિશોર કરગઠીયા ઉપરાંત જગદીશ  બાબુગર મેઘનાથી, ધાના કાના કરગઠીયા, મુકેશ શિવગર ગોસ્વામી, હરેશભારથી મનસુખભારથી  ગૌસ્વામીએ લખમણ ઉર્ફે  શાસ્ત્રી દેવાવા જાણેરૂ.ર૯૬૦૦ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)