Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કોટડા સાંગાણીમાં નવા બંધાઇ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજવી પ્રદ્યુમનસિંહ પ્રાથમિક કેન્દ્ર નામ આપવા મુખ્યમંત્રીને રજુઆત

ગોંડલ,તા.૧૦: રાજકોટ જિલ્લા પંચાયત સદસ્યા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા એ મુખ્યમંત્રી ને પત્ર લખીને માંગ કરી છે કે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી મુકામે દતમંદિર સામે કોર્નર પર નવા બંધાઈ રહેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ ચાલી રહ્યું છે,ત્યારે તાલુકાની પ્રજાજનોની લાગણી  છે કે કોટડાના છેલ્લા રાજવી ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી જેઓએ ભારત સરકારશ્રી તરફથી ચીન, જાપાન, શ્રીલંકા જેવા દેશોમાં રાજદૂત તરીકે યશસ્વી ફરજ બજાવી દેશ અને દુનિયામાં કોટડાસાંગાણી નું નામ રોશન કરેલ છે. ઉપરાંત કોટડા ના વિકાસમાં આ રાજવીના યોગદાન રહેલું છે. તે વિદેશમાં હતા ત્યારે પણ કોટડા ના પ્રજાજનોની આરોગ્ય શિક્ષણક્ષેત્રે ખુબજ સંભાળ લીધી છે,૧૯૬૨ મો કોટડામાં બ્રઈસ્કુલ ની શરૂઆત કરાવી અને હાઈસ્કુલ માટે થઈ પોતાનો રાજમહેલ સ્કુલ માટે આપી દીધેલા. તો આવા પ્રજાપ્રિય રાજવીની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે નવા બંધાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઠાકોર સાહેબશ્રી પ્રદ્યુમનસિંહજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નામ આપવા માંગ છે.

રાજવીના દાદબાપુ પ્રજાવત્સલ, ગૌ પ્રેમી, ભકતરાજ રાજયશ્રી મુળવાજી બાપુનું નામા બે વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલી કોલેજ ઇમારતને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ 'હાઇકોર્ટ શ્રી મુળવાજી વિનિયન કોલેજ'નામ આપી પ્રજાજનોની લાગણી અને માગણી સંતોષી હતી. એ મુજબ અમારી કોટડાસાંગાણી ઉપરાંત સમગ્ર તાલુકાના પ્રજાજનો વતી હોય તે લક્ષ્યમાં લઈ આ અંગે સત્વરે યોગ્ય કરવા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા એ માંગણી સહ રજુઆત કરી છે.

(11:41 am IST)