Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રવિવારે ઓસમ ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા, પ્રવાસીઓ-યાત્રાળુઓ માટે બપોરે ૧૨ સુધી પ્રતિબંધ

સ્પર્ધકોને ખલેલ ન પડે તે માટે એડી. કલેકટરનું સ્પે. જાહેરનામું

રાજકોટ તા ૧૦  : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવતિૃઓ, ગાંધીનગર આયોજીત અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત ગુજરાત રાજયનાં યુવક/યુવતિઓ માટેની પ્રથમ ઓસમ પર્વત આરોહણ-અવરોહણ (રાજયકક્ષા) સ્પર્ધા-૨૦૧૯-૨૦ આગામી તા. ૧૨ના રોજ પાટણવાવ, ઓસમ પર્વત,ધોરાજી ખાતે યોજાનાર છે. આ સ્પર્ધાના કારણે ઓસમ પર્વત ઉપર જતા પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યકિતઓના કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતિઓની ટુકડીઓને સ્પર્ધામાં સંભવીત અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા રશેલ હોય આવા સંજોગોમાં સંભવીત અંતરાય કે ખલેલ નિવારવાના હેતુ માટે આ સ્પર્ધા દરમ્યાન ઓસમ પર્વતના સીડીના પગથીયા ઉપર આવવા જવા માટેનું પ્રતિબંધક જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ કર્યુ છેે.

ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી)     

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનીયમ આંક-રર ની કલમ ૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર બનશે.

(12:57 pm IST)