Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દિયોદર મામલતદારની લાંચ કેસમાં ઝડપાયા બાદ રિમાન્ડ મંજુર: હવે સ્ટાફની પૂછપરછના ભણકારા

પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલતા મોટો ખળભળાટ

દિયોદર મામલતદાર લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ તપાસ તેજ કરી છે. જેમાં  ચોંકાવનારી વિગતો ખુલી છે  પૂછપરછમાં મામલતદારનો ડ્રાઈવર હપ્તા ઉઘરાવતો, નાયબ મામલતદારોએ રકમ જમા કરાવી હતી તેમજ ઘરેથી પણ સરેરાશ બે લાખ મળી આવ્યા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે હવે સ્ટાફની પણ પૂછપરછ કરાશે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મામલતદાર લાંચ કેસમાં ઝડપાયા બાદ કોર્ટે આજે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં મંગળવારે પૂછપરછ દરમ્યાન મામલતદારે રૂપિયા 61,000નો ફોડ પાડ્યો છે. જેમાં રૂપિયા 31,000 મધ્યાહન ભોજન શાખાના નાયબ મામલતદાર દ્વારા કચેરીમાં જમા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે રૂપિયા 30,000 પુરવઠા નાયબ મામલતદાર મારફત કચેરીમાં જમા કરાવ્યાનું જણાવતાં ખળભળાટ મચી ગયો છે. એસીબી દ્વારા નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન)ના બેન્ક ખાતાંમાં રૂપિયા 31,000 ભરીને આવ્યા હોવાનું જ્યારે પુરવઠા નાયબ મામલતદારની પૂછપરછ બાકી રહી છે.

(9:00 am IST)