Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સગીરાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી હરેશ બારૈયાને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોડ

દાઠા પો.સ્ટેશનના અપહરણના ગુન્હાના ઉંચા કોટડાના રહેવાસી આરોપીને રાણીવાડા બસ સ્ટેશન પાસેથી ઝડપી લેવાયો

ભાવનગર : દાઠા પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી હરેશ બારૈયાને આર,આર,સેલ ભાવનગર રેન્જ અને રેન્જ પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે

  ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા

 આ દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દાઠા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હરેશભાઇ ભુપતભાઇ બારૈયા (ઉ.વ.૨૧ ) ( રહે, ઉંચા કોટડા, તા.મહુવા જી.ભાવનગર વાળા) ને રાણીવાડા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર  તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા તળાજા સી.પી.આઇ. કચેરીના પો.કોન્સ. કાળુભાઇ ભમ્મર વિગેરે જોડાયા હતા

(9:51 pm IST)