Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમરેલી જીલ્લામાં ૮૦ શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૯ : અમરેલી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડાશ્રી નિર્લીપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ ડ્રિંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન જુદા જુદા સ્થળોએથી ૮૦ શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

મોત

સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે પુલ પાસે કનુભાઇ જાદવભાઇ દવે પોતાનું બાઇક લઇ અમરેલીથી રાજુલા જતા હતા ત્યારે ઇકો કાર જી.જે.૧૧ સી.ડી. ૭૩૦૬ ના ચાલકે પુર ઝડપે અને બેફી કરાયથી ચલાવી બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં રાજુલાના મયુરભાઇ દવે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

ધમકી

વંડાના જેજાદથી વાંસીયાળી જવાના રસ્તે નાળ ગામના હરીભાઇ કરશનભાઇ બગડા અનુજાતિ (ઉવ.૩૦) પોતાનું બાઇક લઇને આવતા હતા ત્યારે મુળુભાઇની વાડી પાસે પહોંચતા રાહુલ ગોબરભાઇ તેમજ ત્રણ અજાણ્યા શખ્સોને તે કમે ગળામાં લુંઘી રાખી છે તું થોડો રબારી છે તેવુ કહીને કુહાડી, લાકડી અને ઢીકાપટુનો મારમારી જ્ઞાતી અપનામીન કરી ધમકી આપ્યાની વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

સાવરકુંડલા જેસર રોડ ગીતાજંલી સોસાયટી પાછળ શ્યામરો હાઉસમાં રહેતી કૈલાશબેન રવજીભાઇ વાઘેલા (ઉવ.૪૨) ના ઘર પાસે ડીસ્પોઝસ ડીસોનો ઢગલો કરતા પુછપરછ કરતા ઘરની બાજુમાં રહેતા દિનેશ તેમજ તેની પત્ની અને બે દિકરાઓએ બોલાચાલી કરી લાકડી અને છરી વડે માતા અને પુત્રીની માર મારી ઇજા કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર

દામનગરના પાડરશીંગા ગામે જાહેરમાં જુગાર રમતા ઘનશ્યામ જેરામભાઇ વેકરીયા,જયરાજ બહાદુર ખુમાણ, જયરાજ બિચ્છુભાઇ ખુમાણને પો.કોન્સ. અરજણભાઇ મેરે રોકડ રૂ. ૧૧,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

(12:54 pm IST)