Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોરબંદરમાં મેડીકલ કોલેજની પુનઃ મંજુરી પ્રશ્ને રામભાઇ મોકરિયાની સફળ રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ :  જિલ્લાની નવી મેડીકલ કોલેજની રદ થઇ ગયેલી મંજુરી પ્રશ્ને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને રજુઆત કરતા આરોગ્ય મંત્રી મનસુખભાઇએ પોરબંદરની મેડીકલ કોલેજને પુનઃ મંજુરી આપી છે.

દોઢ વર્ષ પહેલા જિલ્લામાં મંજુર થયેલી મેડીકલ કોલેજ થોડા સમય પહેલા રદ થઇ ગયેલ હતી. આ મેડીકલ કોલેજને ચાલુ રાખવા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને સફળ રજુઆત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇએ પોરબંદરમાં મેડીકલ કોલેજ માટે પુનઃ મંજુરી આપી હતી.

(12:41 pm IST)