Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીના ચંદ્રેશનગર વિસ્તારમાં નિરામય ગુજરાત અન્વયે હૃદયની તપાસ માટે કેમ્પ યોજાયો.

મોરબી : નિરામય ગુજરાત અન્વયે આજે મોરબી નગરપાલિકાના કાઉન્સીલર, બીજેપી ડોક્ટર સેલ, આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં ૦૮ ના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા વિનામૂલ્યે હૃદયની તપાસનો કેમ્પ ચંદ્રેશનગર કોમ્યુનીટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો

જે કેમ્પમાં દર્દીઓના ECG (હદયની પટ્ટી), RBP (ડાયાબિટીસ નો લોહીના રિપોર્ટ), BP (બ્લડ પ્રેશર) વગેરેની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી ડો. ચેતન અઘારાએ જણાવ્યું હતું કે કેમ્પમા જે દર્દીને આગળ તપાસની જરૂર જણાય જેમાં 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી ની જરુરીયાત વાળા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડમાં અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવશે. કેમ્પનો ૭૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો
આ કેમ્પમાં પ્રભુભાઇ ભૂત, મંજુલાબેન દેત્રોજા, દિનેશભાઇ કૈલા, કિ્ષ્નાબેન દસાડીયા, જ્યંતિભાઇ વિડજા, કે. કે. પરમાર સહિતનાઓએ હાજરી આપી હતી.

(11:31 am IST)