Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વેરાવળ તાલુકાના કાજલી ગામે સરપંચ અને તમામ સભ્યો બિનહરીફ થતા ગ્રામ પંચાયત સમરસ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૯ : વેરાવળ તાલુકાના કાજલી ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે કાજલી ગામમાં કારડીયા રાજપૂત સમાજ, હરીજન વણકર સમાજ અને મુસ્લીમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજો પણ આવેલ છે અને આ તમામ સમાજો ભાઇચારા થી રહે છે અને મોટા ભાગે આ ગામમાં સમરસ ગ્રામ પંચાયત થાય છે.

જેનુ મુખ્ય કારણ કાજલી ગામ ના પનોતા પૂત્ર અને પૂર્વ ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર અને જીલ્લા ભાજપ પ્રમુખ માનસિહ ભાઇ પરમાર ના કારણે ગામમાં એકતા અને સંપ જળવાય રહે છે અને તેવો સમગ્ર ગ્રામ જનો ના સુખ દુઃખમાં સાથે રહે છે અને ગામ ના એકસંપ ને કારણે વિકાસ ના કામો થયેલ છે અને આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવેલ છે.

કાજલી ગામે સરપંચ પદે હંસાબેન મેરગ ભાઈ બારડ અને દશ સભ્યો બિન હરીફ જાહેર થયેલ છે મેરગભાઈ બારડ કાજલી ગામે દશ વર્ષ સુધી ઉપ સરપંચ અને પાંચ વર્ષ સરપંચ અને ફરીથી સ્ત્રી અનામત આવતા મેરગ ભાઈ બારડ ના પત્ની બિનહરીફ જાહેર થયેલ છે મેરગ ભાઈ બારડ સરપંચ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ખૂબજ વિકાસના કામો કરેલા છે અને તેવોએ જણાવેલ કે આવનારા દિવસોમાં પણ ગામ મા બાકી રહેલા કામો કરવામાં આવશે.

(10:47 am IST)